Home /News /eye-catcher /World Record: એક જ નામના 178 લોકો એક જ જગ્યાએ થયા ભેગા, બન્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ; જુઓ વીડિયો

World Record: એક જ નામના 178 લોકો એક જ જગ્યાએ થયા ભેગા, બન્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ; જુઓ વીડિયો

મીટિંગમાં સૌથી નાનો હિરોકાઝુ તનાકા ત્રણ વર્ષનો હતો

Guinness World Record: હિરોકાઝુ તનાકા નામના 178 લોકો ટોક્યોના શિબુયા જિલ્લામાં એક ઓડિટોરિયમમાં એકઠા થયા હતા. અને 'સમાન નામના લોકોના સૌથી મોટા મેળાવડા' માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

Guinness World Record: ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક રેકોર્ડનો ઉમેરો થયો છે. લોકો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ગમે તે હદ સુઘી જતા હોય છે. જો તમે જોવા બેસો તો તમને ઘણા ચોંકાવનારા વર્લ્ડ રેકોર્ડ્સ (Weird World Record) મળશે. હમણાં જે રેકોર્ડ સામે આવ્યો છે તે થોડો વિચિત્ર છે, પરંતુ ખૂબ જ રસપ્રદ છે.

તમને શાળા-કોલેજ અને ઓફિસમાં આવા ઘણા લોકો મળ્યા હશે જેમનું નામ તમારા નામ જેવુ જ છે. એટલે કે એક જ જગ્યાએ એક જ નામના ઘણા લોકો. પરંતુ જાપાનમાં એક જ નામના એક-બે નહીં પરંતુ 178 લોકો એક જગ્યાએ ભેગા થયા હતા. જેથી આ રેકોર્ડ ગિનીસ બુકમાં સામેલ થયો.

હિરોકાઝુ તનાકા (Hirokazu Tanaka)  નામના 178 લોકો ટોક્યોના શિબુયા જિલ્લામાં એક ઓડિટોરિયમમાં એકઠા થયા હતા. અને 'સમાન નામના લોકોના સૌથી મોટા મેળાવડા' (same name congregate in Japan)  માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બની ગયો. આ ટૂર્પે અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો, જે અમેરિકામાં વર્ષ 2005માં માર્થા સ્ટુઅર્ટ્સ નામના 164 લોકોએ એકસાથે આવીને સ્થાપ્યો હતો.

આ પણ વાંચો: લગ્ન સમયે અહીં કન્યાનું રડવું છે જરૂરી, જો આંસુ ન આવે તો રડાવવા માટે યુવતીને મરાય છે માર




હિરોકાઝુ તનાકાની પહેલ


ટોક્યોના કોર્પોરેટ કર્મચારી હિરોકાઝુ તનાકા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જાપાની અખબાર, મૈનીચી શિમ્બુને અહેવાલ આપ્યો છે કે 53 વર્ષીય તનાકાને 1994માં જ્યારે બેઝબોલ ખેલાડી હિરોકાઝુ તનાકાને ઓસાકા કિન્તેત્સુ ટીમમાં જોયો ત્યારે તેને તેમના જેવા જ નામ ધરાવતા લોકોમાં રસ પડ્યો. રસપ્રદ વાત એ છે કે, બેઝબોલ પ્લેયર પણ રેકોર્ડ બ્રેકિંગ ગેધરીંગનો એક ભાગ હતો.

આ પણ વાંચો: DNA ટેસ્ટ બાદ ખુલ્યુ રહસ્ય! 38 વર્ષ સજા કાપ્યા બાદ હવે વ્યક્તિને જેલમાંથી કરાશે મુક્ત

કોની કેટલી ઉંમરનું?


હિરોકાઝુ તનાકાનો આ ત્રીજો પ્રયાસ હતો જેણે સફળતાપૂર્વક રેકોર્ડ પોતાના નામે કર્યો. મેળાવડામાં સૌથી નાનો હિરોકાઝુ તનાકા ત્રણ વર્ષનો હતો, જ્યારે સૌથી વૃદ્ધ સહભાગી 80 વર્ષનો હતો. એક વ્યક્તિ ઇવેન્ટનો ભાગ બનવા માટે હનોઈથી વિયેતનામ ગયો. આ વીડિયો શનિવારે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જાપાનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ઑનલાઇન શેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેને છ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
First published:

Tags: Guinness world Record, Trending, Viral videos