Home /News /eye-catcher /

Viral Video: કાચા બદામ પછી હવે જામફળ વેચવાના અંદાજે મચાવી ઘૂમ, શું તમે સાંભળ્યાં જમરુખવાળા ચાચાને?

Viral Video: કાચા બદામ પછી હવે જામફળ વેચવાના અંદાજે મચાવી ઘૂમ, શું તમે સાંભળ્યાં જમરુખવાળા ચાચાને?

કાચી બદામ પછી હવે જામફળ વાઇરલ.

Trending Video, Guava seller song went viral: કાચી બદામના કારણે, ભુવન બદ્યાકર કચ્છા બદામ (Bhuban Badyakar Kachha Badam) રાતોરાત દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા. કાચા બદામ બાદ હવે જામફળ વેચવાની અનોખી સ્ટાઈલ (Guava Sellers Song) સોશિયલ મીડિયાની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

વધુ જુઓ ...
    Trending Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગમે ત્યારે કંઈ પણ વાયરલ થઈ શકે છે. તાજેતરમાં કચ્છા બદામ (Kachha Badam)ગીત જોરદાર વાયરલ થયું હતું. અને રાતો રાતો આ ગીત ગરેકના મોઢે ચઢી ગયું હતું. તમે જેને જુઓ તે આ ગીત પર વીડિયો ફિલ્માવતા (kacha badam reels) જોવા મળ્યાં હતાં. કાચા બદામ પર લાખો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ બનાવવામાં આવ્યા હતા.

    કાચી બદામના કારણે અત્યંત ગરીબ ઘરનો ભુવન બદ્યાકર (Bhuban Badyakar Kachha Badam) દેશ અને દુનિયામાં રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. તેમના ગીતે બોલીવુડમાં પણ ઘૂમ મચાવી હતી. કાચા બદામ બાદ હવે જામફળ વેચવાની અનોખી સ્ટાઈલ (Guava Sellers Song) સોશિયલ મીડિયાની દુનિયામાં ઝડપથી વાયરલ (Guava Song Viral) થઈ રહી છે.

    જામફળ વેચવાનો વાયરલ વીડિયો 27 સેકન્ડનો છે. આ વીડિયો મોટાભાગે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તે ધીરે ધીરે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પહોંચ્યો હતો. લોકોએ આ વીડિયો પર રીલ બનાવવાની તેયારીઓ કરી રહ્યાં છે જામફળ વેચવાની આ શૈલી કંઈક અંશે કાચા બદામ જેવી છે, જેના કારણે ઘણા લોકોને ભુવન બદ્યાકર યાદ આવ્યા.



    આ પણ વાંચો: Video: ભાભીનો ‘આક્રમક ડાન્સ’ જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા, લોકોએ કહ્યું- સસ્તો નશો કે પછી ડાકણનો છાયો!

    વાયરલ વીડિયોમાં એક કાકા જામફળ વેચતા જોવા મળે છે. જો કે જામફળ વેચતા કાકા ક્યાંના છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેમની સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે. વીડિયોમાં કાકા કહેતા જોવા મળે છે.. આ છે લીલો લીલો, પીળો પીળો, કાચો કાચો, પાકો પાકો, મીઠો મીઠો, તાજો તાજો, મીઠું નાખીને ખાવો ખાવો.. અત્યારે પણ લોકો કાકાની આ સ્ટાઈલ પર વીડિયો બનાવી રહ્યા છે.

    આ પણ વાંચો:Viral Video: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો શું આવશે પરિણામ? ભવિષ્યવાણી સાંભળીને પુતિનની પણ કંપી જશે આત્મા 

    આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યાં છે અને તેના પર વિવિધ કોમેન્ટસ કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે, કાકાને પ્રયત્ન કરવા દો. બઘા વેસ્ટર્ન સોન્ગ આ રીતે જ બને છે તો કેટલાક લોકો એ કાચા બદામ ગીતને જ વઘુ પસંદ કર્યું હતું.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, Instagram Reels, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર