લગ્નના માંડવે દુલ્હાનો PUBG ગેમ રમતો વીડિયો વાયરલ!

News18 Gujarati
Updated: May 2, 2019, 9:58 AM IST
લગ્નના માંડવે દુલ્હાનો PUBG ગેમ રમતો વીડિયો વાયરલ!
વીડિયોમાંથી લેવામાં આવેલો સ્ક્રિનશોટ

ટિક ટોકના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઓનલાઇન ગેમ PUBGએ દુનિયાભરના લોકોને ઘેલું લગાડ્યું છે. આ વીડિયો તેનો સૌથી મોટો પુરાવો છે. આજકાલ ખૂબ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં લગ્નના મંડપમાં એક દુલ્હો પોતાના મોબાઇલમાં પબજી ગેમ રમી રહ્યો છે. આ દરમિયાન દુલ્હન પણ તેની બાજુમાં બેઠી છે.

વીડિયોમાં એક સમયે એવું પણ જોઈ શકાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપી રહ્યો છે ત્યારે પણ દુલ્હાનું ધ્યાન પબજી ગેમ રમવામાં જ છે. જોકે, તેની બાજુમાં બેઠેલી દુલ્હનને આ મામલે કોઈ જ વિરોધ ન હોવાનું પણ લાગી રહ્યું છે.

વાયરલ વીડિયોને ટિક ટોક વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના ફેસબુક વર્ઝનને પણ ચાર લાખ લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયો ક્યાં અને કોણે શૂટ કર્યો છે તેની કોઈ માહિતી મળી નથી.

જોકે, આ વીડિયોને જાણી જોઈને બનાવવામાં આવ્યો છે કે પછી ખરેખર આવું કંઈ બન્યું હતું અને કોઈએ વીડિયો શૂટ કર્યો છે તે જાણી શકાયું નથી.

આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યૂઝર્સે લખ્યું છે કે, 'તે પ્રો પ્લેયર છે, તેને ડિસ્ટર્બ ન કરો.' જ્યારે અન્ય એક યૂઝર્સે જવાબમાં 'Hahahaha' લખ્યું હતું.

નોંધનીય છે કે પબજીને કારણે બાળકોના માનસ પર ખરાબ અસર થતી હોવાનું કારણ આપીને રાજ્યમાં તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
First published: May 2, 2019, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading