સીકરમાં અજીબ બનાવ: લગ્ન વિધિ ચાલી રહી હતી અને દુલ્હો ફરાર, બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા! કન્યાના ધરણા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Groom absconding in Rajasthan: સીકર જિલ્લાના દાદિયા પોલીસ મથક હેઠળ આવતા તારપુરા ગામમાં લગ્ન વચ્ચે દુલ્હો ફરાર થઈ ગયો હતો.

 • Share this:
  સંદીપ કુમાર, સીકર: પાડોશી રાજ્ય રાજસ્થાનના સીકર જિલ્લા (Sikar district-Rajasthan)માં એક દુલ્હન ત્રણ દિવસથી પોતાના પતિ સાથે ફેરા લેવાની રાહ જોઈ રહી છે. હકીકતમાં દુલ્હાએ લગ્ન મંડપમાં વરમાળા નાખી હતી, જે બાદમં ફેરાની વિધિ પહેલા જ જાનૈયાઓ સાથે ફરાર થઈ ગયો (Groom absconding in Sikar) હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હાએ બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધા છે. જે બાદમાં દુલ્હને (Bride) પોતાના પરિવારના લોકો સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણા શરૂ કર્યાં છે. દુલ્હનની માંગણી છે કે દુલ્હા અને તેના પરિવાર સામે કાર્યવાહી કરવામાં આવે.

  સીકર જિલ્લાના દાદિયા પોલીસ મથક વિસ્તારમાં તારપુર ગામમાં લગ્ન વચ્ચેથી જ દુલ્હો ફરાર થઈ ગયાનો કેસ સામે આવ્યો છે. જે બાદમાં દુલ્હને પોતાના પરિવારના લોકો સાથે પોલીસ મથક બહાર ધરણા શરૂ કર્યાં છે. દુલ્હને પરિવાર સાથે અનિશ્ચિતકાળના ધરણા શરૂ કર્યાં છે. પરિવાર દુલ્હા અને તેના પરિવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે ત્રણ દિવસ પછી પણ પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી રહી. જ્યારે દુલ્હાએ બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે.

  આ પણ વાંચો: અમદાવાદ: પાણીની ટાંકીમાંથી લાશ મળી તે યુવતી કોણ? હાથ પર છૂંદણામાં ત્રણ સ્ટાર અને J અક્ષર

  દુલ્હનના પરિવારે પોલીસ પર કાર્યવાહી કરવામાં ઢીલાસ રાખવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તારપુરા ગામના સુરજા રામ જાંગિડની દીકરી સુભીતાના લગ્ન બુગાલા ગામના અજય સાથે નક્કી થયા હતા. ત્રીજી જુલાઈના રોજ અજય જાન લઈને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો અને વરમાળાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જે બાદમાં અજય અને તેની સાથે આવેલા જાનૈયા ફરાર થઈ ગયા હતા. જે બાદમાં અત્યારસુધી પોલીસે આ મામલે કોઈ જ કાર્યવાહી નથી કરી. જ્યારે દુલ્હન હજુ પણ સાત ફેરાની રાહ જોઈ રહી છે.

  આ પણ વાંચો: સુરત: મોપેડ પર થમ્સઅપ પી રહેલા યુવકનું પોલીસકર્મીએ કર્યું અપહરણ, 30 હજાર રૂપિયા પડાવી છોડી દીધો  પરિવારનું કહેવું છે કે અજયે ઝુંઝનુ ખાતે બીજા લગ્ન કરી લીધા છે. દુલ્હનના પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ પોલીસ મથક સામે ધરણા આપશે.
  Published by:Vinod Zankhaliya
  First published: