મતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! લીલી વસ્તુઓ મોંઢામાં નાંખવાની ટેવ હતી, 13 માસની બાળકીની શ્વાસનળીમાં ફસાયું લીલું મરચું

બાળકીના ગળામાં ફલાયેલા લીલા મરચાનો ટૂકડો

Madhya pradesh OMG : શનાયાના પિતાએ કહ્યું કે બાળકીના દાંત નીકળી રહ્યા છે. એટલા માટે લીલી વસ્તુઓ ઉઠાવીને મોંઢામાં નાખે છે. અને તેને ખાવાની કોશિશ કરે છે. સંભવતઃ મરચું પણ ખાવાની કોશિશ કરી હતી. અને પછી ગળામાં જઈને શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી.

 • Share this:
  જબલપુરઃ  મધ્ય પ્રદેશ નેતાજી સુભાષ ચંદ્ર બોસ મેડિકલ હોસ્પિટલમાં (Netaji Subhash Chandra Bose Medical Hospital) ડોક્ટર્સ (doctors) ફરી એકવાર દેવદૂત બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરોએ 13 મહિનાની બાળકીની (13 month girl child) જિંદગી બચાવી હતી. બાળકીની શ્વાસનળીમાં (green chili trachea) લીલું મરચું ફસાયું હતું. ડોક્ટોરએ બાળકીનું ઓપરેશન (girl child operation) કરીને જીવ બચાવ્યો હતો.

  અનેક દિવસોથી હતી પરેશાન
  કટનીમાં રહેનારા દીપક રજકની 13 મહિનાની પુત્રી શનાયા આશરે એક સપ્તાહથી પરેશાન હતી. તે સતત રડી રહી હતી. પરિવાર દરેક સંભવ ઉપાયો કરી રહ્યા હતા. પરંતુ બાળકી શાંત ન્હોતી થતી. ઘરના લોકો તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટોરએ તેની તપાસ શરુ કરી હતી પરંતુ ચોક્કસ નિદાન ઉપર પહોંચ્યા ન્હોતા કે બાળકીને શુ થયું છે. ત્યારબાદ જબલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈને આવ્યા હતા.

  શ્વાસ નળીમાં ફસાયો હતો લીલા મરચાનો ટૂકડો
  અહીં ડોક્ટરોએ બાળકીનું ચેકઅપ કર્યું તો જાણવા મળ્યું કે શનાયાને શ્વાસ લેવામાં ખુબ જ તકલિફ પડી રહી હતી. ડોક્ટર કવિતા સચદેવાએ 24 કલાક ઓબ્ઝર્વેશન બાદ બાળકીની એન્ડોસ્કોપી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે બાળકીની શ્વાસ નળીમાં કંઈક ફસાયું છે. ત્યારબાદ ડોક્ટોરે બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. અને ઓપરેશનમાં બાળકીની શ્વાસ નળીમાંથી લીલા રંગનો ટુકડો ફસાયેલો મળ્યો હતો. જ્યારે ટુકડો બહાર કાઢ્યો તો જાણવા મળ્યું કે આ લીલા મરચાનો ટુકડો હતો. ડોક્ટરો આ જોઈને ચોંકી ગયા હતા.

  લીલી વસ્તુઓ મોંઢામાં નાંખતી હતી બાળકી
  શનાયાના પિતાએ કહ્યું કે બાળકીના દાંત નીકળી રહ્યા છે. એટલા માટે લીલી વસ્તુઓ ઉઠાવીને મોંઢામાં નાખે છે. અને તેને ખાવાની કોશિશ કરે છે. સંભવતઃ મરચું પણ ખાવાની કોશિશ કરી હતી. અને પછી ગળામાં જઈને શ્વાસ નળીમાં ફસાઈ ગયું હતું.

  આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

  આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

  બાળકીને મળી નવી જિંદગી
  ડોક્ટરે સફળ ઓપરેશન કરીને શનાયાની જિંદગી બચાવી લીધી હતી. જો સમયસર ઓપરેશન ન થયું હોત તો બાળકીનું મોત થયું હોત. આ ટૂકડો લાંબા સમય સુધી શ્વાસનળીમાં ફસાયેલો રહે તો શ્વાસ રોકાઈ શકે છે. અત્યારે બાળકીને બે દિવસ માટે મેડિકલ હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. સંપૂર્ણપણ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવશે.
  Published by:ankit patel
  First published: