Home /News /eye-catcher /56 વર્ષની મહિલાએ પોતાની પૌત્રીને આપ્યો જન્મ, હવે એકસાથે બની ગઈ દાદી અને માતા

56 વર્ષની મહિલાએ પોતાની પૌત્રીને આપ્યો જન્મ, હવે એકસાથે બની ગઈ દાદી અને માતા

નેન્સીએ ગયા અઠવાડિયે એક બાળકીને જન્મ આપ્યો

surrogacy: શરૂઆતથી જ નેન્સીનો પુત્ર અને પુત્રવધૂ એક મોટો પરિવાર ઈચ્છતા હતા. પરંતુ તેને ગર્ભ ધારણ કરવા માટે છ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. પાછળથી IVF દ્વારા, બંનેએ જોડિયા વેરા અને ઇવાને જન્મ આપ્યો.

    Viral News: સરોગસી લાખો મહિલાઓના જીવનમાં ખુશીઓ લાવી છે. જે મહિલાઓ કોઈપણ કારણોસર ગર્ભ ધારણ કરી શકતી નથી તેમના માટે આ વરદાન છે. વઘતી જતી ટેકનોલોજી જીવનમાં ચમત્કાર કરી શકે છે. આજે અમે તમને અવી જ એક  સરોગેટ મધરની વાર્તા કહેવા જઈ રહ્યા છે જે તમારા હૃદયને સ્પર્શી જશે.

    અમેરિકામાં 56 વર્ષની એક મહિલા એક સાથે દાદી અને માતા બની છે. આ વાત તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે. વાસ્તવમાં આ મહિલાએ સરોગસી દ્વારા પોતાની વહુની પુત્રીને જન્મ આપ્યો છે. હવે તે પોતાની પૌત્રીને જોઈને ખૂબ જ ખુશ છે.

    બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર સાથે વાત કરતા 56 વર્ષીય નેન્સી હોકે કહ્યું કે જ્યારે તેમના પુત્ર જેફની પત્ની કેમ્બ્રિયાને ઈમરજન્સી હિસ્ટરેકટમી કરાવવી પડી ત્યારે તેણે સરોગેટ માતા બનવાનું નક્કી કર્યું. 33 વર્ષના જેફના જોડિયા બાળકોના જન્મ પછી આ ઓપરેશન કરવું પડ્યું. નેન્સીએ ગયા અઠવાડિયે એક બાળકીને જન્મ આપ્યો હતો. તેણે કહ્યું છે કે તે આ અનુભવ વિશે ટૂંક સમયમાં એક પુસ્તક લખવા જઈ રહી છે.

    આ પણ વાંચો: કરોડોની લોટરી જીત્યા બાદ વેશ બદવીને ઈનામ લેવા પહોંચ્યો શખ્સ! ખૂબ જ રસપ્રદ છે કારણ

    મોટા કુટુંબનું હતું સ્વપ્ન


    શરૂઆતથી જ નેન્સીનો પુત્ર અને પુત્રવધૂ એક મોટો પરિવાર ઈચ્છતા હતા. પરંતુ તેને ગર્ભ ધારણ કરવા માટે છ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. પાછળથી IVF દ્વારા, બંનેએ જોડિયા વેરા અને ઇવાને જન્મ આપ્યો. પરંતુ દંપતીને એ જાણીને દુઃખ થયું કે સપ્ટેમ્બર 2021માં હિસ્ટરેકટમી કરાવવાની સલાહ આપવામાં આવ્યા બાદ કેમ્બ્રિયા સુરક્ષિત રીતે ફરીથી માતા બની શકી નથી.

    આ પણ વાંચો: કોણ હતા મહર્ષિ વાત્સ્યાયન, જેમને કુંવારા હોવા છતાં કામસૂત્ર જેવો ગ્રંથ લખ્યો

    IVF ની સફર


    તેણે જાન્યુઆરી 2022માં હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. નેન્સીના પતિ અને પુત્રએ આમાં તેની મદદ કરી. તેણે 12 અઠવાડિયા સુધી દરરોજ પોતાને ઈન્જેક્શન આપ્યું હતું. ત્યારપછી ફેબ્રુઆરી 2022માં નેન્સીને IVF દ્વારા એમ્બ્રીયો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આખરે બધું બરાબર થઈ ગયું અને તે હવે એક સાથે માતા અને દાદી બની ગઈ છે. અને પોતાના મોટા કુટુંબનું સપનુ સાકાર થયુ.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, OMG News, Viral news

    विज्ञापन
    विज्ञापन