Home /News /eye-catcher /Video: પૌત્રીએ તેના દાદા સાથે કર્યો ડાન્સ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો

Video: પૌત્રીએ તેના દાદા સાથે કર્યો ડાન્સ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો

પૌત્રીને તેના દાદા સાથે ડાન્સ કરતા જોઈ લોકો ભાવુક થયા

Viral video: ટ્વિટર એકાઉન્ટ 'ગુડ ન્યૂઝ મૂવમેન્ટ' પર ઘણી વખત આવા પોઝિટિવ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. તાજેતરમાં જ આ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પૌત્રી તેના દાદા સાથે ડાન્સ કરી રહી છે.

નવી દિલ્હીઃ જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ થાય છે, ત્યારે એક એવી ક્ષણ આવે છે જેમાં તેને લાગે છે કે તેનું જીવન અર્થહીન છે અને તેનો અંત નજીક છે. આવી સ્થિતિમાં તેઓ નિરાશ થવા લાગે છે અને ડિપ્રેશનમાં પણ આવી જાય છે. આવી પરિસ્થિતિમાં તેમના બાળકો અને પરિવારજનોની જવાબદારી છે કે તેઓ વડીલોને સાંભળે અને તેમનો આત્મવિશ્વાસ તૂટવા ન દે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે (granddaughter dancing with grandfather video) જેમાં એક યુવતી તેના દાદા સાથે આવું જ કરતી જોવા મળે છે. આ વિડીયો જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે.

ટ્વીટર પર વાયરલ થયો વીડિયો


ટ્વિટર એકાઉન્ટ 'ગુડ ન્યૂઝ મૂવમેન્ટ' પર ઘણી વખત આવા પોઝિટિવ વિડીયો(positive videos) પોસ્ટ કરવામાં આવે છે. તાજેતરમાં જ આ એકાઉન્ટ પર એક વિડીયો (bride dancing with grandfather on wedding viral video) શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પૌત્રી તેના દાદા સાથે ડાન્સ કરી રહી છે. એક દાદા તેમના પૌત્રોની ખૂબ નજીક હોય છે. તે તેનામાં પોતાનું બાળપણ શોધતા હોય છે. બાળકોને પણ તેમના દાદા-દાદી સાથે લગાવ હોય છે. આ વિડીયોમાં બંને વચ્ચેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે.




આ પણ વાંચોઃ  જાણો કેટલી કીડીઓ વસે છે પૃથ્વી પર, આંકડો જોઈને તમને પણ ચક્કર આવી જશે

પૌત્રીએ દાદા સાથે કર્યો ડાન્સ


યુવતીનો ડ્રેસ જોઈને લાગે છે કે આ તેના લગ્નના દિવસનો વિડીયો છે. તે બ્રાઇડલ ગાઉન પહેરીને તેના વૃદ્ધ દાદા સાથે ડાન્સ કરી રહી છે. આ દ્રશ્ય જોઈને ત્યાં બેઠેલા લોકો ખૂબ જ શાંત અને ભાવુક દેખાઈ રહ્યા છે. પૌત્રીએ તેના દાદાને ગળે લગાવી રાખે છે અને તેમના માથાને પોતાના ખભા પર ટેકવે છે. આ દરમિયાન તેના દાદા સતત રડે છે. આ છોકરીનું નામ ઓલિવિયા છે અને તે યુ આર માય સનશાઈન ગીત પર ડાન્સ કરી રહી છે.

આ પણ વાંચોઃ લાગણીશીલ છો તમે કે તર્કસંગત છે વિચારો, વૃક્ષમાં છુપાયેલા પ્રાણીઓ ખોલશે તમારા વ્યક્તિત્વનું રહસ્ય 

વિડીયો પર લોકોની પ્રતિક્રિયા


આ વિડીયોને 26 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે કહ્યું કે આ જોઈને તેની આંખોમાંથી આંસુ વહેતા પ્રવાહની જેમ વહી રહ્યા છે. અન્યએ કહ્યું કે તે કંઈપણ દાવ પર લગાવીને તેના દાદા-દાદી સાથે આવો સમય પસાર કરવા માંગશે. બીજા યુઝરે કહ્યું કે, આ સાચા અર્થમાં પ્રેમ છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Positive News, Twitter, Viral videos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन