Home /News /eye-catcher /Gorilla VIDEO: Zooના ગોરિલાએ હાથના ઈશારાથી પ્રવાસીઓને આપી મહત્વની માહિતી! જુઓ સ્માર્ટ પ્રાણીનો વીડિયો

Gorilla VIDEO: Zooના ગોરિલાએ હાથના ઈશારાથી પ્રવાસીઓને આપી મહત્વની માહિતી! જુઓ સ્માર્ટ પ્રાણીનો વીડિયો

ગોરિલા હાથનો ઉપયોગ કરીને માણસો સાથે વાત કરે છે.

પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ @buitengebieden પર હાલમાં એક એવો વીડિયો (Viral Video of Gorilla) શેર કરવામાં આવ્યો છે જે જોઈને તમે વિચારમાં પડી જશો. વીડિયો ફ્લોરિડામાં આવેલા અમેરિકાના મિયામી ઝૂ (Miami Zoo)નો છે.

જો તમે ક્યારેય પ્રાણી સંગ્રહાલય (Zoo)માં ગયા હોવ, તો તમે પ્રાણીઓને પાંજરામાં બંધ, એકબીજા સાથે વાતચીત કરતા અથવા એકબીજા સાથે રમતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય પ્રાણી સંગ્રહાલયમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક કરતા જોયા છે? અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલયમાં એક ગોરિલા છે જે માણસો સાથે હાવભાવમાં વાત કરી શકે છે. આ દિવસોમાં તેનો એક વીડિયો વાયરલ (Viral Video of Gorilla) થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોરિલા હાથના ઈશારાનો ઉપયોગ કરીને (Gorilla talking to humans using hand gestures) માણસો સાથે વાત કરી રહ્યો છે અને પ્રવાસીઓને મહત્વની વાત સમજાવી રહ્યો છે.

જાનવરોને લગતા ફની વીડિયો માટે પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ @buitengebieden પર શેર કરવામાં આવતા વીડિયો ખૂબ જ વાયરલ થાય છે. આ વીડિયોની વિશેષતા એ છે કે તેમાં પ્રાણીઓની ફની હિલચાલ બતાવવામાં આવી છે. તાજેતરમાં આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે અમેરિકાના મિયામી ઝૂનો છે જે ફ્લોરિડામાં સ્થિત છે.

ઈશારોમાં મનુષ્યો સાથે વાત કરવાનો દાવો
વીડિયોના કેપ્શનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગોરિલા (Gorilla not allowed to fed by visitors video) હાથના ઈશારાથી પ્રવાસીઓને કહી રહ્યો છે કે પ્રવાસીઓને બહારનું ભોજન ખવડાવવાની સખત મનાઈ છે.



આ પણ વાંચો: પક્ષીના દાણા ખાવા માટે દોરડા પર લટકયુ રીંછ, જોઈને કહેશો- 'હાથમાં આવ્યુ પણ મોં ના લાગ્યું!'

ગોરિલા તેના હાથ હલાવી રહ્યો છે, તેને તેની છાતી પર લઈ જઈ રહ્યો છે અને તેનું માથું હલાવી રહ્યો છે. તે પ્રવાસીઓને પ્રાણીસંગ્રહાલયના નિયમો સમજાવી રહ્યો છે કે કોઈ પણ માણસે પ્રાણીઓને ખોરાક ન ફેંકવો કે ખાવા માટે ન આપવું. જો કે, આ એક વાયરલ વીડિયો હોવાથી, News18 આ વીડિયોના દાવાને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો: મચ્છરોથી નહીં પણ વાંદરાઓથી મેલેરિયા ફેલાવાનો ખતરો

આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી
હજારો લાઈક્સ અને રીટ્વીટ સાથે આ વીડિયોને 9 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે આ કોઈ સાંકેતિક ભાષા નથી અને વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. જ્યારે બીજાએ કહ્યું કે આવા સુંદર જીવોને બંધ ન રાખવા જોઈએ. જ્યારે ઘણા લોકો ગોરિલાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો એવું પણ કહે છે કે જ્યારે પ્રાણીઓ બાળપણથી ઝૂ અથવા બંધ વિસ્તારમાં રહેતા હોય ત્યારે તેમને જંગલમાં જવાની કોઈ ઈચ્છા નથી. આવી સ્થિતિમાં તેમને જંગલમાં મોકલવું તેમના માટે જોખમી સાબિત થશે.
First published:

Tags: Animals, Viral videos, Zoo, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો