Home /News /eye-catcher /

ગોરિલા, સિંહ કે પક્ષીઓ? આ ચિત્રમાં તમને સૌપ્રથમ જે દેખાશે તેના પરથી આવશે તમારા વ્યક્તિત્વનો અંદાજ

ગોરિલા, સિંહ કે પક્ષીઓ? આ ચિત્રમાં તમને સૌપ્રથમ જે દેખાશે તેના પરથી આવશે તમારા વ્યક્તિત્વનો અંદાજ

Optical Illusion

Optical Illusion: હાલ ઈન્ટરનેટ પર મોનોક્રોમ ચિત્ર ફરી રહ્યું છે, જે વ્યક્તિત્વની કસોટી હોવાનો દાવો કરે છે. આ ચિત્રમાં અલગ અલગ પ્રાણીઓ છે અને વ્યક્તિનું ધ્યાન જેના પર પહેલા પડે તેના પરથી વ્યક્તિના પ્રભાવશાળી લક્ષણોની ઊંડી સમજ મળતી હોવાનું કહેવાય છે.

વધુ જુઓ ...
    ઈન્ટરનેટ પર વર્તમાન સમયે ઓપ્ટિકલ ઇલ્યુઝન્સ (optical illusions) લોકો માટે ટાઈમપાસનો વિષય બની રહ્યો છે. લોકોને ઓપ્ટિકલ ઇલ્યુઝન્સના કોયડાઓ ગમી રહ્યા છે. ક્યારે આવા ઓપ્ટિકલ ઇલ્યુઝન્સ ઉકેલવા લોકો માટે ચેલેન્જ (optical illusions challenge) બની જાય છે. ત્યારે ઈન્ટરનેટ (Internet) પર વધુ એક ઓપ્ટિકલ ઇલ્યુઝન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

    હાલ ઈન્ટરનેટ પર મોનોક્રોમ ચિત્ર ફરી રહ્યું છે, જે વ્યક્તિત્વની કસોટી હોવાનો દાવો કરે છે. આ ચિત્રમાં અલગ અલગ પ્રાણીઓ છે અને વ્યક્તિનું ધ્યાન જેના પર પહેલા પડે તેના પરથી વ્યક્તિના પ્રભાવશાળી લક્ષણોની ઊંડી સમજ મળતી હોવાનું કહેવાય છે.

    ચિત્ર એક મોટા ઝાડની આસપાસ કેન્દ્રિત છે. જેમાં ચાર પ્રાણીઓ છુપાયેલા છે. ચિત્ર પર નજર કરવાથી જે પ્રાણી પહેલા દેખાય તે તમારા વ્યક્તિત્વના લક્ષણને વ્યાખ્યાયિત કરે છે. તો ચાલો આ ચિત્ર પર નજર કરો અને સૌથી પહેલા શું દેખાય છે તે કહો.





    ગોરીલા

    ઝાડની નીચે ડાબી બાજુએ ગોરિલાના ચહેરાનો આકારમાં બનાવવામાં આવ્યો છે. જો તમે પહેલી નજરે જ ગોરિલા જોયો હોય, તો પછી તમે આસ્થાના પાક્કા છો અને તમારા ગ્રૂપમાં એનાલિટિકલ થીંકર હોઈ શકો છો. કોઈ સમસ્યાનો ઉકેલ લાવતા પહેલા તમે તમારી જિજ્ઞાસાથીથી તે વિષય વિશે શક્ય તેટલી વધુ માહિતી મેળવવા માટે ઊંડાણમાં જતા હશો.

    પક્ષીઓ

    જો તમે ઝાડની ઉપર બે પક્ષીઓને ઉડતા જોયા હશે તો પછી તમે પ્રામાણિક વ્યક્તિ હોઈ શકો છો. તમારી આશ્ચર્યજનક અંતઃસ્ફુરણા તમને તમારા ગ્રૂપના નેતા બનાવી શકે છે.

    સિંહ

    ગોરિલાની એકદમ સામે ઝાડની ડાબી બાજુએ સિંહનો ચહેરો છે. જો તમે પહેલા સિંહને જોયો હોય તો પછી તમે પ્રભાવશાળી વ્યક્તિ છો અને હંમેશાં ટોચ પર પહોંચવા માટે પ્રયત્નશીલ રહો છો

    માછલી

    ખૂબ ઓછા લોકોએ ઝાડના તળિયે પાણીની બહાર બે માછલીઓને કૂદતા જોઈ હશે. જો તમે પણ તે પહેલી નજરે જોઈ હોય તો આદર્શવાદ અને કરુણા માટેની તમારી પ્રતિષ્ઠા તમારી પહેલા પહોંચી જાય છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, આ ઓપ્ટિકલ ઇલ્યુઝન પિક્ચર પિટ્સબર્ગ ઝૂ અને પીપીજી માછલીઘરનો સત્તાવાર લોગો છે. અમેરિકાના પિટ્સબર્ગના રહેવાસી બોબ ગ્યુકર્ટ નામના વ્યક્તિએ આ લોગો રસપ્રદ ઓપ્ટિકલ ઇલ્યુઝન ધરાવતો હોવાનું સૌથી પહેલા ઓળખી કાઢ્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Illusion, Optical Illusion, Personality test

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन