Home /News /eye-catcher /Viral: ડસ્ટબિનમાંથી બહાર લટકતું દેખાયું બાળકનું માથું, ગુગલ મેપ પર વિચિત્ર તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત

Viral: ડસ્ટબિનમાંથી બહાર લટકતું દેખાયું બાળકનું માથું, ગુગલ મેપ પર વિચિત્ર તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત

ગૂગલ મેપ સ્ટ્રીટ વ્યૂમાં ડસ્ટબીનમાંથી માથું કાઢતો દેખાયો બાળક

સોશિયલ મીડિયા (viral on social media) પ્લેટફોર્મ પર એક વ્યક્તિ 'ધ ગૂગલ અર્થ ગાય' (The Google Earth Guy)ના નામથી પ્રખ્યાત છે જે ગૂગલ મેપ અને ગૂગલ અર્થનો ઉપયોગ કરીને નકશા પર વિચિત્ર અને આશ્ચર્યજનક વસ્તુ (Weird photos on google map)ઓ શોધતો રહે છે.

વધુ જુઓ ...
વિશ્વભરના ડેવલપર્સે આવી ઘણી એપ્સ બનાવી છે જે આપણા કામને સરળ બનાવવામાં મદદ કરે છે. આવી જ એક ખૂબ જ ઉપયોગી એપ છે ગૂગલ મેપ. જેના દ્વારા તમે કોઈપણ લોકેશન વિશે જાણી શકો છો. તમે ગૂગલ મેપ્સ (Google Maps) દ્વારા તમામ ટ્રાફિક, રસ્તા, વગેરે જોઈ શકો છો. હવે ગૂગલ મેપ સ્ટ્રીટ વ્યૂ (Google Map Street View) તમને કોઈ પણ જગ્યાનું અસલી રૂપ બતાવી શકે છે, પરંતુ ક્યારેક તેને જોવામાં વિચિત્ર વસ્તુઓ પણ જોવા મળી જાય છે. તાજેતરમાં, એક વ્યક્તિ સાથે આવું જ થયું જ્યારે તેણે એક વિચિત્ર ચિત્ર જોયું (Man finds weird photo on google map).

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર એક વ્યક્તિ 'ધ ગૂગલ અર્થ ગાય'ના નામથી પ્રખ્યાત છે જે ગૂગલ મેપ અને ગૂગલ અર્થનો ઉપયોગ કરીને નકશા પર વિચિત્ર અને આશ્ચર્યજનક વસ્તુઓ શોધતો રહે છે. તે પોતાની શોધ સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. તાજેતરમાં, તેણે ટિકટોક પર એક વિડિયો શેર કર્યો જેમાં તેણે એક આશ્ચર્યજનક વસ્તુ જોઈ.

સ્વિત્ઝર્લેન્ડમાં જોવા મળ્યું ચોંકાવનારું દ્રશ્ય
વિડિયોમાં, વ્યક્તિ સ્વિટ્ઝર્લેન્ડ પર ઝૂમ કરવાનું શરૂ કરે છે અને લૌઝેનમાં પાર્ક ડી વેલેન્સિયા નજીક એક આઘાતજનક દૃશ્ય મેળવે છે. એક બાળકનું માથું (Boy hanging outside dustbin) લીલા કચરા પેટીમાંથી લટકતો બતાવવામાં આવ્યો છે. તેને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. પરંતુ લોકોને આ સ્થિતિ ખૂબ જ રમુજી પણ લાગી. તે વ્યક્તિ ત્યાં કેવી રીતે પહોંચ્યો, અથવા તે પછી તે કેવી રીતે બહાર આવ્યો તે ખબર નથી, પરંતુ તે પરિસ્થિતિમાં તેને ફસાયેલો જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે.
આ પણ વાંચો: Viral: વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા 21 ફૂટ લાંબા crocodileનું stressને કારણે મૃત્યુ! જીવતી ગળી ગયો હતો 12 વર્ષની બાળકી

સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયા
ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ લખ્યું કે બાળક સંતાકૂકડી રમતું હોવું જોઈએ. જ્યારે બીજાએ લખ્યું કે તમે કોઈ ભૂલ કરી છે અને તમારી માતા તમને મારવા માટે તમારી પાછળ છે. જ્યારે કેટલાક લોકો આશ્ચર્યમાં પૂછી રહ્યા છે કે આ કેવી રીતે શક્ય છે.આ પણ વાંચો: Viral: એરપોર્ટ પર 3 ‘મહિલાઓ’ની ધરપકડ, ચહેરા પરથી માસ્ક હટાવતા જ લોકોના પગ નીચેથી સરકી ગઈ જમીન!

જો કો, આ પહેલીવાર નથી જ્યારે આ વ્યક્તિએ ગુગલ મેપ્સ પર રમુજી વસ્તુઓ જોઈ હોય. આ પહેલા પણ તે ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ પર આવા વીડિયો મૂકતો રહે છે. થોડા સમય પહેલા ગૂગલ મેપને લગતા એક ઈમોશનલ સમાચાર પણ સામે આવ્યા હતા જ્યારે એક મહિલા ગૂગલ મેપ પર જોવા મળી હતી, તેના પિતાનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું! તસવીર જોતાં જ તેના હોશ ઉડી ગયા.
First published:

Tags: Google maps, OMG News, Shocking news, Viral news, અજબગજબ

विज्ञापन