Home /News /eye-catcher /Google mapએ માણસને ઝાડીઝાંખરામાં ગૂંચવી નાખ્યો, પછી કહ્યું– ‘આંબાના ઝાડ ઉપર ચડાવી દો કાર’
Google mapએ માણસને ઝાડીઝાંખરામાં ગૂંચવી નાખ્યો, પછી કહ્યું– ‘આંબાના ઝાડ ઉપર ચડાવી દો કાર’
આ વ્યક્તિને ઝાડીઓનો રસ્તો જણાવ્યા બાદ ગૂગલ મેપે ડાબી તરફ વળવાની સૂચના આપી, જ્યાં આંબાનું ઝાડ હતું.
Google Maps News: આજકાલ લોકો ગુગલ મેપ્સ (Google Maps) પર કંઈક વધારે જ વિશ્વાસ કરવા લાગ્યા છે, પણ એક વ્યક્તિને એમ કરવું ભારે પડ્યું જ્યારે તેને ગૂગલની સર્વિસે વિચિત્ર ઇન્સ્ટ્રક્શન (Weird instructions) આપ્યા.
Weird News: ટેક્નોલોજીએ ચોક્કસપણે આપણું જીવન સરળ બનાવ્યું છે (Technology that makes Life Easy), પરંતુ કેટલીકવાર સોફ્ટવેર પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાથી તે તમારા માટે મુશ્કેલી બની શકે છે. ઘાનાના એક વ્યક્તિને તો ગૂગલ મેપ્સ (Google Maps) દ્વારા એવો દિશા-નિર્દેશ આપવામાં આવ્યો કે તે પોતાનું માથુ પછાડવા લાગ્યો. તેણે પોતાના અનુભવને સોશિયલ મીડિયા (Viral on Twitter) પર લોકો સાથે શેર કર્યો છે.
ટ્વીટર પર આલ્ફ્રેડ (Alfred) નામના આ યુઝરે જેવી પોતાની સ્ટોરી લોકોની સામે મૂકી, લોકો તેની સાથે તરત જ રિલેટ કરવા માંડ્યા. આ વ્યક્તિ સાથે શું થયું તે જાણીને તમે પણ હવેથી ફક્ત Google Mapsના ભરોસે ચાલવાનું બંધ કરી દેશો. સોશિયલ મીડિયા પર લોકો આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાની સાથે થયેલી આ પ્રકારની ઘટનાઓ શેર કરી રહ્યા છે.
ગૂગલ મેપ્સે માણસને ચોંકાવી દીધો
@CallMeAlfredo નામના ટ્વિટર અકાઉન્ટ પર ઘાનાના એકરામાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે તે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે તેને Google Mapsએ ઝાડીઝાંખરામાં પહોંચાડી દીધો. એ પછી જે સૂચના મળી તેણે તો તેના હોશ ઉડાવી દીધા. વાસ્તવમાં ગૂગલ મેપ્સે તે વ્યક્તિને તેની સામે દેખાતા આંબાના ઝાડમાં કાર ચલાવવા માટે કહ્યું હતું. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિને ઝાડીઓનો રસ્તો જણાવ્યા બાદ ગૂગલ મેપે ડાબી તરફ વળવાની સૂચના આપી, જ્યાં આંબાનું ઝાડ હતું. આ નિર્દેશ સાંભળીને તે વ્યક્તિ મૂંઝવણમાં પડી ગયો કે તેણે ઝાડની અંદર વાહન ચલાવવાનું છે કે શું?
એક યુઝરે આના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેની સાથે પણ આવું થઈ ચૂક્યું છે, જ્યારે ગૂગલ મેપ્સે તેને ગામના છેવાડાના પોઈન્ટ પર ઉભા રહીને આગળ જવાની સૂચના આપી હતી. અન્ય એક યુઝરે જણાવ્યું કે તેને ગૂગલ મેપ્સએ સાવ અજાણ્યા રસ્તા પર લઈ જઈને ઊભો રાખી દીધો હતો. તો અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે એક વખત ગૂગલ મેપે તેને ઝાડીઓ વચ્ચે રસ્તો બનાવવાની સૂચના આપી દીધી!
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર