ડેંગ્યૂ અને મલેરિયાને નાબૂદ કરવા માટે વધુ મચ્છરો પેદા કરી રહ્યું છે ગૂગલ

News18 Gujarati
Updated: April 24, 2019, 3:42 PM IST
ડેંગ્યૂ અને મલેરિયાને નાબૂદ કરવા માટે વધુ મચ્છરો પેદા કરી રહ્યું છે ગૂગલ
ડીબગ નામની સંસ્થા મચ્છરોને નાબૂદ કરવા કામ કરી રહી છે.

સંશોધનકારોને આ પ્રોજેક્ટના કારણે રોગ ફેલાવતા મચ્છરોની સંખ્યામાં 95 ટકા ઘટાડો કરવાની સફળતા મળી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સમગ્ર વિશ્વમાં મચ્છરોના કારણે લોકોની જેટલી મોત થાય છે એટલી મોત અન્ય કોઈ જાનવર કે પશુના કારણે પણ થતી નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ મુજબ સમગ્ર વિશ્વમાં મચ્છરોના કારણે પ્રતિ વર્ષ 10 લાખ લોકોનું મૃત્યુ થાય છે. વિશ્વમાં કરોડો લોકોને મચ્છરોના કારણે મલેરિયા, ડેગ્યૂ, યેલ્લો ફિવર અને ટિકનગુનિયા જેવી બીમારીઓ થાય છે. આ તમામ બીમારીઓ એવી છે જે મચ્છ સાથે જોડાયેલી છે. જો કોઈ તમને એવું કહે કે આ રોગ ફેલાવતા મચ્છરોને મારવા માટે મચ્છરો જ પેદા કરવા જોઈએ તો તમને આ આઈડિયા વાહિયાત લાગશે અને સ્વીકાર્ય પણ નહીં લાગે પરંતુ વિશ્વની ટેક જાયન્ટ ગુગલની એક કંપની આલ્ફાબેટ આ કામ કરી રહી છે.

શરૂઆત

આલ્ફાબેટ દ્વારા વેરેલી નામના એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વર્ષ 2017માં કેલિફોર્નિયામાં મચ્છરોને મારી નાંખવા માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. 'ડીબગ'નામના આ પ્રોજેક્ટમાં કેલિફોર્નિયાની એક કંપનીએ લેબમાં મચ્છરો પેદા કર્યા હતા. આ દરમિયાન મચ્છરોમાં 'બોલ્વાશિયા' નામનો એક બેક્ટેરિયા નાંખવામાં આવતો હતો. આ બેક્ટેરિયા માદા મચ્છરોમાં વાંજયાપણું પ્રસરાવી દેતો હતો. જે જે મચ્છરોમાં આ બેક્ટેરિયા નાંખવામાં આવ્યો તેને એક ચોક્કસ ક્ષેત્રમાં રાખવામાં આવ્યા હતા જેથી તે ફક્ત એ જ વિસ્તારોના માદા મચ્છરો સાથે સંબંધ બાંધી શકે. આવી રીતે ધીમે ધીમે મચ્છરોને વસતિ વધારવા માટે અસમર્થ બનાવી દેવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આ બોલિવૂડ હિરોઇન સાથે થવા જઈ રહ્યા હતા સચિનના લગ્ન!

કેટલો સફળ રહ્યો આ પ્રયોગ?

છ મહિના સુધી ચાલેલી આ પ્રક્રિયા દરમિયાન 'ડીબગ'એ કેલિફોર્નિયામાં બેક્ટેરીયા મૂકેલા 1.5 કરોડ મચ્છરોને છોડ્યા હતા. આ મચ્છરોના કારમે માદા મચ્છરોના દંશ અને મલેરિયાની ફરિયાદમાં બે તૃતિયાંશ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પ્રોજેક્ટના કારણે કેલિફોર્નિયાના એક ચોક્કસ વિસ્તારમાં મચ્છરોની સંખ્યા 95 ટકા ઘટી ગઈ છે.ડ઼ીબગે પોતાની વેબસાઇટમાં જણાવ્યું છે કે ડીબગની શરૂઆત સારી થઈ પરંતુ હજી મંજીલ દૂર છે. અમે વૈશ્વિક સમુદાયને ઉપોયગી થઈ શકીએ તે પ્રકારે કામ કરવા માંગીએ છીએ. અમને આશા છે કે અમે ભવિષ્યમાં લાખો લોકોના જીવનને પ્રભાવિત કરવામાં મદદગાર થઈશું.
First published: April 24, 2019
વધુ વાંચો
अगली ख़बर