ગૂગલની મદદથી 22 વર્ષ બાદ મળ્યો ગૂમ થયેલા વ્યક્તિનો મૃતદેહ

News18 Gujarati
Updated: September 15, 2019, 4:38 PM IST
ગૂગલની મદદથી 22 વર્ષ બાદ મળ્યો ગૂમ થયેલા વ્યક્તિનો મૃતદેહ
વિલિયમ મોલ્ડ્ટ નામનો એક વ્યક્તિ 7 નવેમ્બર 1997 ની રાતથી ગુમ હતો.

વિલિયમ મોલ્ડ્ટ (William moldt) નામનો એક વ્યક્તિ અમેરિકાના ફ્લોરિડામાં રહેતો હતો, જે 7 નવેમ્બર 1997ના રોજ ગુમ થયો હતો. તે રાત્રે વિલિયમ ક્લબમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો નહીં.

  • Share this:
અમેરિકાના ફ્લોરિડામાં 22 વર્ષ પહેલા ગુમ થયેલી વ્યક્તિ ગુગલની મદદથી મળી આવી છે. વિલિયમ મોલ્ડ્ટ નામનો એક વ્યક્તિ 7 નવેમ્બર 1997 ની રાતથી ગુમ હતો. તે રાત્રે વિલિયમ ક્લબમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો નહીં. વિલિયમ 40 વર્ષનો હતો જ્યારે તે ગુમ થયો હતો. પરિવારે પોલીસમાં ગુમ થયેલાનો અહેવાલ રજૂ કર્યા પછી પણ વિલિયમનો કોઈ પત્તો મળી શક્યો નથી.

વિલિયમ ગાયબ થયાના 22 વર્ષ બાદ પોલીસને એક કોલ આવ્યો હતો, ફોન કરનારે પોલીસને તળાવમાં જોયેલી એક લાવારીશ કાર વિશે જણાવ્યું. સંપત્તિનો સર્વે કરનાર વ્યક્તિએ તેમના ક્ષેત્રમાં ગૂગલ અર્થ પર શોધતા સમયે કાર જોઇ હતી. બીબીસીના રિપોર્ટ અનુસાર 2007 થી આ કાર ગૂગલ અર્થની તસવીરમાં જોવા મળી હતી, પરંતુ કોઈની નજર પડી નહીં.ગૂગલ અર્થની મદદથી આ કોઈ પહેલીવાર નથી મળ્યું. આ પહેલા પણ પોલીસે ગુગલ અર્થ દ્વારા ભારતમાં એક વ્યક્તિ શોધી કાઢ્યો હતો.કેવી રીતે વિલિયમ ગુમ થયોપામ બીચ કન્ટ્રી શેરિફની ઓફિસ અનુસાર, વિલિયમ ડ્રાઇવિંગ કરતી વખતે તેની કારનો કાબૂ ગુમાવ્યો અને તળાવ પર પહોંચ્યો, જ્યાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું.

ટિકટોક દ્વારા 3 વર્ષ પછી મળ્યો પતિ

આ પહેલા તમિલનાડુના વિલ્લુપુરમની એક મહિલાને ત્રણ વર્ષ પહેલા ટિકટોકટ દ્વારા ગુમ થયેલો પતિ મળી આવ્યો હતો. પતિ, પત્ની અને બે બાળકોને છોડીને 2016માં ચાલ્યો ગયો હતો. અનેક જગ્યાએ શોધખોળ કર્યા પછી પણ જ્યારે તેનો કંઈ પત્તો લાગ્યો ન હતો, ત્યારે પત્નીએ પોલીસ રિપોર્ટ કર્યો હતો. જોકે આ દરમિયાન પોલીસ કંઈપણ જાણી શકી નથી. ત્યારબાદ મહિલાએ તેના પતિને ટિકટોક વીડિયોમાં જોયો અને ત્રણ વર્ષ પછી બંને મળ્યા.
First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर