સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર Golden Tigerની તસવીરો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર Golden Tigerની તસવીરો
કાઝિરંગા નેશનલ પાર્કમાં જોવા મળ્યો ગોલ્ડન ટાઇગર, પરંતુ વન વિભાગ માટે આ છે ચિંતાનું કારણ

કાઝિરંગા નેશનલ પાર્કમાં જોવા મળ્યો ગોલ્ડન ટાઇગર, પરંતુ વન વિભાગ માટે આ છે ચિંતાનું કારણ

 • Share this:
  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક ગોલ્ડન ટાઇગર (Golden Tiger) ની તસવીરો ઘણી ઝડપથી વાયરલ (Viral Photo) થઈ રહી છે. આ ગોલ્ડન ટાઇગરને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ મળી રહ્યો છે. નોંધનીય છે કે, વાઘની આ તસવીરો ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર (IFS) પ્રવીણ કાસવાન (Praveen Kaswan)એ પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલથી શૅર કરી છે, આ તસવીરોમાં જોઈ શકાય છે કે વાઘને ટૈબી ટાઇગર (Tabby Tiger) અને સ્ટ્રોબેરી ટાઇગર (Strawberry Tiger) તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડન ટાઇગરની આ તસવીરો ફોટોગ્રાફર મયુરેશ હેંડરેએ ક્લિક કરી હતી. આ ગોલ્ડન ટાઇગર કાઝિરંગા નેશનલ પાર્કમાં સ્પોટ થયો છે.

  ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કાસવાને આ તસવીરોને શૅર કરતાં કેપ્શનમાં લખ્યું કે, શું તમે જાણો છો ભારતમાં આપણી પાસે એક ગોલ્ડન ટાઇગર પણ છે. પ્રવીણ કાસવાને શૅર કરેલી તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. પ્રવીણ કાસવાન દ્વારા વાઘની તસવીરો શૅર કર્યા બાદથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ તસવીરો પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ લખતાં જોવા મળ્યા છે. સાથોસાથ આ તસવીરો પર અત્યાર સુધી બે હજારથી વધુ રિટ્વિટ અને 16 હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે.
  પ્રવિણ કાસવાને પોતાના ટ્વિટમાં વધુમાં લખ્યું છે કે આ ખૂબ દુર્લભ જાનવર છે. જેનો સોનેરી રંગ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એક તરફ રૉયલ બંગાલ ટાઇગર તો બીજી તરફ ગોલ્ડન ટાઇગર પોતાના શરીર પર ધારદાર લાઇનના કારણે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.


  આ પણ વાંચો, જમાઈના સ્વાગતમાં સાસુએ પીરસી 67 વ્યંજનોની થાળી, જોઈને ઊડી જશે હોશ

  બીજી તરફ, ન્યૂઝ18 સાથે વાત કરતાં કાઝિરંગાના નેશનલ પાર્કના રિસર્ચ ઓફિસર રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, નેશનલ પાર્કમાં આવા ચાર ગોલ્ડન ટાઇગર છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ પ્રકારના વાઘ મળવા તે ઉજવણી કરવાનો સમય નથી પરંતુ ચિંતાનો વિષય છે. પરંતુ આવા તકલીફવાળા વાઘોને અલગ તારવી તેમનું ક્રોસ-બ્રિડિંગ કરાવવાની જરૂર છે.

  આ પણ વાંચો, કેરળના પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું શું છે રહસ્ય? અત્યાર સુધી કેમ ખોલી નથી શકાયો?

  રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, વાયરલ થયેલી તસવીર એક વાઘણની છે અને તે ગર્ભવતી છે હવે અમારે એ જોવાનું છે તે ગોલ્ડન કબને જન્મ આપે છે કે નહીં.
  Published by:Mrunal Bhojak
  First published:July 14, 2020, 10:57 am

  टॉप स्टोरीज