ભારત મંદિરોનો દેશ છે. એવું કહેવામાં આવે તો તે ખોટું નથી. અહીં હિંદુઓ સાથે જોડાયેલા એકથી એક મંદિર પોતાની ભવ્યતાને લઈને પુરા વિશ્વમાં વિખ્યાત છે. પરંતુ તમે એવા મંદિર વિશે સાંભળીયું છે કે જે મંદિરના ગર્ભગૃહ અને ગુમ્બદમાં લગાવવા માટે 1500 કિલોથી વધુ સોનું વપરાયું હોય.
જી હા આપણે જે મંદિરની વાત કરી રહ્યાં છીએ તે મંદિર આવેલું છે દક્ષિણ ભારતના વેલ્લોરમાં. જેને શ્રી લક્ષ્મી નારાયણી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરને એક યુવા સન્યાસીએ બનાવ્યું છે. જેનુ નામ નારાયણી અમ્મા છે.
આ સ્વર્ણ મંદિરને શ્રીપુરમ અથવા મહાલક્ષ્મી સ્વર્ણ મંદિરના નામથી પણ ઓળખાય છે. આ મંદિર તામિલનાડુના વેલ્લોરના દક્ષિણીમાં આવેલું છે. આ મંદિરનાં નિર્માણમાં 1500 કિલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં સોનાના પ્રયોગ સાથે મહાલક્ષ્મીની મૂર્તિ પણ 70 કિલો સોનાથી બનેલી છે.
મંદિરને બનાવવામાં કુલ 7 વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2007માં પુરુ થયુ હતું. આ મંદિરના નિર્માણમાં લગભગ 300 કરોડ રૂપિયાથી વધુની રાશી ઉપયોગમાં લેવાય છે. આ મંદિર 100 એકરથી વધારે જમીનમાં ફેલાયેલું છે. આ મંદિર પરિસરમાં દેશની તમામ પ્રમુખ નદીઓમાંથી પાણી લાવીને 'સર્વ તીર્થમ સરોવર' નામનો કુંડ બનાવવામાં આવ્યો છે.
મંદિર પરિસરમાં લગભગ 27 ફુટ ઉંચી એક દીપમાલા છે. જેને પ્રગટાવતા આ મંદિર સોનાની જેમ ચમકવા લાગે છે. આ મંદિરની સુરક્ષા માટે 24 કલાક પોલીસ અને સિક્યોરિટી કંપનીઓ ખડેપગે સુરક્ષામાં હોય છે.
અહીં હવાઈ અડ્ડા પર જવા માટે પહેલા ચેન્નઈ એરપોર્ટ અને પછી રેલ માર્ગથી જઈને વેલ્લોર છાવનીની ટિકિટ લઈને જઈ શકો છો. આ મંદિર વેલ્લોર શહેરના રેલવે સ્ટેશન પાસે જ આવેલું છે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર