Home /News /eye-catcher /Agra goat milk: બકરીનું દૂધ વેચાય છે રૂ.300 પ્રતિ લીટર, સામે આવ્યું મોટું કારણ

Agra goat milk: બકરીનું દૂધ વેચાય છે રૂ.300 પ્રતિ લીટર, સામે આવ્યું મોટું કારણ

બકરીના દૂધની ફાઈલ તસવીર

Uttar pradesh news: એસએન મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર (Associate Professor of SN Medical College) ડોક્ટર શૈલેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે બકરીના દૂધમાં (Goat milk) અનેક ગુણો હોય છે. જે ગાયના દૂધમાં (cow milk)મળતા નથી.

આગ્રાઃ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh news) મેલેરિયા અને ડેંગૂનો (Malaria and Dengue) પ્રકોપ ફેલાયેલો છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકો ફટાફટ ચપેટમાં આવી જાય છે. આ બીમારીના પગલે એક તરફ લોકો પોતાના સ્વાસ્થ્યથી પણ પરેશાન છે તો બીજી તરફ લોકોના ખીસ્સા ઉપર પણ ભાર પડે છે.

હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે આગરામાં (Agra news) ક્યારેક 50થી 80 રૂપિયા પ્રતિ લીટર વેચાતું બકરીનું દૂધ (Goat news) અત્યારે 300 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઈ ગયું છે. આ પાછળનું કારણ ડેંગ્યૂ અને અન્ય તાવમાં બકરીનું દૂધ ખુબ જ ફાયદામંદ (benefit of goat milk) માનવામાં આવી રહ્યું છે. ડોક્ટરો પણ બીમારી દરમિયાન બકરીનું દૂધ પીવાની સલાહ આપે છે. જેના પગલે અચાનક બકરીના દૂધનો ભાવ અચાનક વધી ગયો છે.

અત્યારે સ્થિતિ એ છે કે હવે બકરીનું દૂધ લેવા માટે આગરાના વજીરપુરા, મંટોલા, સિકંદરા, તાજગંજ અને વીજળીઘર વગેરે વિસ્તારમાં બકરી પાલકોના ઘરે સવારે લોકોની લાઈન લાગી જાય છે.

800 રૂપિયા કિલો સુધી પહોંચે છે ભાવ
બકરી પાલકોએ આ સંબંધમાં બનાવ્યું હતું કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન બકરીના દૂધની ડિમાન્ડ ઝડપથી વધી જાય છે. મળતી માહિતી પ્રમાણે એ દિવસોમાં દૂધની કિંમતો આશરે 800 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જ્યારે ડેંગૂ અને વાયરલે આગરા સહિત આસપાસના જિલ્લાઓમાં પગ પેસારો કર્યો હતો. જેના પગલે બકરીના દૂધની કિંમતો વધવા લાગી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

લોકો બાળકોને સીધા બકરી પાસે લઈ જાય
પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો હવે પોતાના બાળકોને લઈને સીધા જ બકરી પાલકોના ઘરે લઈને જાય છે અને ત્યાં જ દૂધ પીવડાવીને ઘરે લઈ જાય છે.

આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

બકરી પાલકો જણાવે છે કે દૂધનું જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે. તેની સાથે ડીમાન્ડ વધી રહી છે. જેના કારણે સતત બકરીના દૂધનો ભાવ વીધી રહ્યો છે. આ સંબંધમાં એસએન મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર શૈલેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે બકરીના દૂધમાં અનેક ગુણો હોય છે. જે ગાયના દૂધમાં નથી મળતા. ડોક્ટર ચૌધરીનું કહેવું છે કે બકરીનું દૂધ પોતાની અલગ ગુણવત્તાને લઈને ડેંગૂ રોગમાં લાભકારી માનવામાં આવે છે.
First published:

Tags: Goat, OMG story, ઉત્તર પ્રદેશ સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો