Home /News /eye-catcher /બાબાનો ભક્ત બકરો! શિવ મંદિરની સામે આવીને કરે છે દંડવત પ્રણામ, VIDEO જોઈને થશે અચરજ
બાબાનો ભક્ત બકરો! શિવ મંદિરની સામે આવીને કરે છે દંડવત પ્રણામ, VIDEO જોઈને થશે અચરજ
ભોળાનાથનો ભક્ત બકરો!
SHIVBHAKT GOAT IN KANPUR VIDEO: ભક્તિનો રંગ લાગે તો માણસો તો શું શું નથી કરતા? પણ તમે કદી જોયું છે કે બકરાને ભોળાનાથની ભક્તિનો રંગ લાગે તો દંડવત પ્રણામ પણ કરે? જોઈ લો આ અવિશ્વસનીય VIDEO
કાનપુર: ઉત્તરપ્રદેશનાંકાનપુરમાં એક બકરો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. પરમટમાં આનંદેશ્વર મંદિરમાં આ બકરો ભોળાનાથના મંદિરનાં મુખી દ્વાર સામે આવી સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઘણા ભક્તો તેને આપસમાં શેર પણ કરી રહ્યા છે જેના કારણે આ બકરો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
ભક્તો બકરાને દાન પણ આપે છે.
આનંદેશ્વર મંદિરમાં ઘણા ભક્તો બકરાને દાન કરે છે. આ બકરાઓને ઘાટ પર જ છોડી દેવામાં આવે છે. અહીં ઝૂંપડી વાળા લોકો પણ અનેક બકરીઑ પાળતા હોય છે અને અહીં બકરીઓ બકરાઓ મંદિરની આસપાસ ફરતા રહેતા હોય છે.
પોતાના પગ આગળની તરફ ઝુકાવી માથું જમીન પર ટેકવીને દંડવત મુદ્રામાં ઊભો રહે
આમાથી જ એક બકરો મોટેભાગે મંદિરની ભાર મુખ્ય પટમાં સામે આવીને પોતાના પગ આગળની તરફ ઝુકાવી માથું જમીન પર ટેકવીને દંડવત મુદ્રામાં ઊભો રહે છે. ઘાટ કિનારે રહેતા લોકો અને પુરોહિત રાજાનું ખેવું છે કે અનેક બકરાઓ અહીં ઘૂમતા રહે છે પણ આ બકરાનો અંદાજ જ અલગ છે. તે અહીં આવીને મોટેભાગે દંડવત મુદ્રામાં ઝૂકી જાય છે.
viral video માં દેખાઈ રહ્યું છે કે ઘણા લોકો આનંદેશ્વર દરબારમાં દર્શન અને પૂજા માટે આવે છે અને લોકો બાબા સામે ઝુકીને પ્રણામ કરે છે. લોકો પાસે જ બાબાના દ્વાર પીઆર આવીને આ બકરો પણ આગળ પગ ઝુકાવીને ઊભો રહી જાય છે. આ મુદ્રા બધાને ગમે છે અને એવું લાગે છે કે તે પણ લોકોની જેમ બાબાની તરફ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર