OMG: બકરીના માથા પર ઉગી ડરામણી આંખો, જોતાં જ ડરીને ભાગી ગયો માલિક!
OMG: બકરીના માથા પર ઉગી ડરામણી આંખો, જોતાં જ ડરીને ભાગી ગયો માલિક!
તુર્કીમાં આવી જ એક વિચિત્ર બકરી (Weird Goat)નો જન્મ થયો છે
Goat Born with Eyes on Forehead: સામાન્ય રીતે કોઇપણ સામાન્ય પ્રાણી (Animals)ની 2 આંખો હોય છે, પરંતુ જ્યારે બકરીની આંખો તેના કપાળ (Eyes on Forehead) પર ઉગી આવી, ત્યારે તેનો માલિક ભયથી ધ્રૂજી ઉઠ્યો.
દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક અજુગતું બનતું હોય છે. આમાંની કેટલીક એવી વિચિત્ર વાતો (Weird Thing) છે જેના વિશે આપણે પહેલાં ક્યારેય જોયું નહી હોય કે નહીં સાંભળ્યું હોય. તુર્કીમાં આવી જ એક વિચિત્ર બકરી (Weird Goat)નો જન્મ થયો છે, જેની આંખો તેના કપાળ પર ઊગી ગઈ (Goat Born with Eyes on Forehead) છે. બકરીને જોતા જ તેના માલિકના હોશ ઉડી ગયા હતા.
આ ઘટના તુર્કીના એક ખેડૂત અહમદ કારતલની સાથે બની છે. 25 વર્ષથી પશુપાલક તરીકે કામ કરતા 40 વર્ષીય કારતલ કિલિસ પ્રાંતમાં રહે છે. એક દૈનિક સ્ટાર રિપોર્ટ અનુસાર, તેમણે આ પહેલા ક્યારેય આવી એક આંખવાળી બકરી જોઇ નથી. તેમનું કહેવું છે કે, જ્યારે તેમણે નવજાત બકરીને પહેલી વાર જોઈ ત્યારે તેમના હાથ-પગ ભયથી ધ્રૂજી ઉઠ્યા હતા.
ડરામણી આંખોવાળી બકરીને જોઈને ડરી ગયો માલિક
અહેમદ કારતલના જણાવ્યા અનુસાર, આ પહેલી વાર હતું જ્યારે તેનો સામનો આવા જીવ સાથે થયો હતો. જ્યારે તેઓ પહેલી વાર બકરીને જોવા પહોંચ્યા, ત્યારે તેઓ તેને જોઈને ભયથી ધ્રૂજી ઉઠ્યા હતાં. તેઓએ કોઈ અવાજ કર્યા વિના તેનો ફોટો પાડી લીધો હતો અને તેમને લાગ્યું કે બકરીનું બાળક તેમને જોઈ રહ્યું છે. બકરી-પાલક તરીકે કામ કરતા અહેમદના જણાવ્યા અનુસાર, તેમણે ક્યારેય આવી ઘટના વિશે સાંભળ્યું ન હતું. તેને જોનાર દરેકને આશ્ચર્ય થયું. તેમણે ડરથી તેનું પાલન ન કરવાનું નક્કી કર્યું અને અધિકારીઓને આ વિષે જાણ કરી હતી.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું ડરામણી આંખનું રહસ્ય
મુસ્તફા કમલ યુનિવર્સિટીના વેટરનરી મેડિસિન ડિપાર્ટમેન્ટના એક સભ્ય બકરાના બાળકને જોવા માટે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, કપાળ પર બકરીની આંખનો ઉછેર ખરેખર એક પ્રકારની અપંગતા છે. તેને સેબોસેફાલી (cebocephaly) કહેવામાં આવે છે, જેમાં બે જુદી જુદી આંખો એક સાથે આવે છે અને એક જ ચપટી નાક સાથે નસકોરા વિકસિત થાય છે.
આવામાં બકરીનું નીચલું જડબું પણ મોટું થઈ જાય છે. સામાન્ય રીતે ગ્રીક પૌરાણિક કથાઓમાં એક આંખવાળા રાક્ષસનો ઉલ્લેખ જોવા મળે છે, જે સાંભળ્યા બાદ લોકો આ પ્રાણીને તેની કડી તરીકે જોતા હતા, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને એક પ્રકારની વિકલાંગતા ગણાવી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર