Home /News /eye-catcher /બકરીએ આપ્યો માણસ જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ, લોકોમાં સર્જાયું કુતુહલ

બકરીએ આપ્યો માણસ જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ, લોકોમાં સર્જાયું કુતુહલ

બકરીએ આપ્યો માણસ જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ

મધ્યપ્રદેશમાં એક બકરીએ બચ્ચાને જન્મ આપ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, તે બચ્ચાનું મોં માણસ જેવું છે. જણાવી દઈએ કે, શુક્રવારે (11 નવેમ્બર) એક બકરીએ માનવ જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ આપ્યો હોવાથી આસપાસના લોકો આ બચ્ચાને જોવા આવી રહ્યા છે.

વધુ જુઓ ...
    વાયરલ: આપણે ઘણી વખત મનુષ્ય અને પ્રાણીઓમાં વિચિત્ર તબીબી પરિસ્થિતિઓ સામે આવતી જોઇએ છીએ. આ પરિસ્થિતિઓ ઉભી થાય છે, કારણ કે તેનાથી દર્દીનો દેખાવ બદલી જાય છે. કેટલીકવાર માણસો આંશિક રીતે પ્રાણીઓ જેવા દેખાવા લાગે છે, તો ક્યારેક પ્રાણીઓ માણસો જેવા દેખાય (animals look like humans) તેવા બનાવો પણ બને છે. આવી જ વિચિત્ર ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો છે. હકીકતમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh) એક બકરીએ શુક્રવારે (11 નવેમ્બર) માનવ જેવા ચહેરાવાળા બાળકને જન્મ આપ્યો (goat gave birth to a human-like face) હતો. આ ઘટના મધ્યપ્રદેશના વિદિશામાં સિરોંજ તહસીલના સેમલ ખેડી ગામની હોવાનું જાણવા મળ્યું છે.

    લોકોમાં સર્જાયું કુતુહલ

    ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર બકરીનું આ બાળક તેના માનવ જેવા ચહેરાને કારણે લોકોમાં ચર્ચા અને આશ્ચર્યનું કારણ બન્યું હતું. બચ્ચાને મનુષ્ય જેવી આંખો, મોઢું અને નાક હતાં. આંખોની આસપાસ કાળી રિંગ્સ હતી જે મનુષ્યના ચશ્મા જેવી દેખાતી હતી. તેના માથા પર અને તેના ગાલની આસપાસ જાડી સફેદ રૂંવાટી પણ હતી જે દાઢી જેવી દેખાતી હતી.

    લોકોના ટોળા ઉમટી પડ્યા બકરીને જોવા

    ટ્વિટર પર ન્યૂઝ ટ્રેક દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં કેટલાક લોકો આ બકરીના બચ્ચાને ખવડાવતા જોવા મળી રહ્યા છે. નવાબ ખાનના તમામ પશુઓ જેમાં એક ભેંસ અને સાત બકરીઓનો સમાવેશ થાય છે, તે પૈકી આ બકરીએ સૌથી પહેલા બચ્ચાને જન્મ આપ્યો હતો. એક બકરીના બચ્ચાને માનવ ચહેરો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકો તેના ઘરે ઉમટી પડ્યા હતા.



    બચ્ચાને છે આ ગંભીર સમસ્યા

    તેના આવા ચહેરાને કારણે બકરીને ફક્ત સિરિંજનો ઉપયોગ કરીને જ ખવડાવી શકાય છે. પશુચિકિત્સક માનવ સિંહના જણાવ્યા અનુસાર બકરીની સ્થિતિને "હેડ ડિસ્પીપ્સિયા" કહેવામાં આવે છે. 50,000 પ્રાણીઓમાંથી એકને આ વિકાર હોવાનું જાણવા મળે છે અને તે બકરીઓ કરતાં અન્ય પશુઓમાં વધુ જોવા મળે છે.

    શા માટે થાય છે આવી સમસ્યા

    આ સ્થિતિથી પ્રાણીના માથામાં સોજો આવે છે જેને "હાઇડ્રોસેફાલસ" કહેવામાં આવે છે અને તેના બે જાણીતા કારણો છે. પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન એની ઉણપથી પીડાતી માતા અને બીજાને ગર્ભાવસ્થા દરમિયાન ખોટી દવા આપવામાં આવે છે. હાઇડ્રોસેફાલસનો અર્થ એ છે કે મગજમાં વધુ પડતું પ્રવાહી હોય છે, કાં તો ડ્રેનેજની સમસ્યા અથવા ઓવરપ્રોડક્શનની સમસ્યાને કારણે. હાલ તો આ માનવ જેવી દેખાતી બકરીનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Latest viral video, OMG VIDEO, Video, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन