Home /News /eye-catcher /આ છે દુનિયાનું સૌથી ખરાબ ગીત, લખનાર સહિત 200 લોકોએ સાંભળીને કરી આત્મહત્યા

આ છે દુનિયાનું સૌથી ખરાબ ગીત, લખનાર સહિત 200 લોકોએ સાંભળીને કરી આત્મહત્યા

આ છે દુનિયાનું સૌથી ભયાનક ગીત

તમે કોઈપણ વિષય સાથે જોડાયેલ ગીત સાંભળવા ઈચ્છો છો, તો તમારી સામે ગીતોની યાદી હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી લોકો આત્મહત્યા કરી લેતા હતા.

    આપણે કોઈ પણ મૂડમાં હોઈએ, પણ આપણને સંગીત સાંભળવાનું ચોક્કસ ગમે છે. વ્યક્તિના અલગ-અલગ મૂડ અને મૂડ પ્રમાણે અલગ-અલગ પ્રકારના ગીતો હોય છે, જેને તે પોતાના મન પ્રમાણે સાંભળે છે. ઉદાહરણ તરીકે, જ્યારે પણ કોઈ ખુશ હોય છે, ત્યારે તેને ખુશ ગીતો સાંભળવાનું ગમે છે. જો કોઈ પ્રેમમાં હોય તો તેને રોમેન્ટિક મૂડના ગીતો સાંભળવા ગમે છે. તેવી જ રીતે, જો કોઈ ઉદાસ હોય, તો તે સેડ ગીતો સાંભળે છે.

    તમે કોઈપણ વિષય સાથે જોડાયેલ ગીત સાંભળવા ઈચ્છો છો, તો તમારી સામે ગીતોની યાદી હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા ગીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી લોકો આત્મહત્યા કરી લેતા હતા. હા, આ ગીત સાંભળીને લોકો વગર વિચાર્યે મોતને ભેટી લેતા હતા. આ કારણે તેને દુનિયાનું સૌથી ખરાબ ગીત પણ કહેવામાં આવે છે.

    ગ્લૂમી સંડે

    'ગ્લૂમી સન્ડે' આ એક સેડ સોન્ગ છે. આ ગીતને વિશ્વનું સૌથી ખરાબ ગીત કહેવામાં આવે છે, કારણ કે તેને સાંભળીને લગભગ 200 લોકોએ આત્મહત્યા કરી હતી. આ ગીત રેજસો સેરેસ અને લાઝલો જાવોરે કમ્પોઝ કર્યું હતું. આ ગીત 1933માં લખાયું હતું. 1935 સુધીમાં આ ગીત ગ્રામોફોન સુધી પહોંચી ગયું હતું. તે 1935માં પાલ કાલમારે રેકોર્ડ કર્યું હતું. આ ગીતને હંગેરિયન સુસાઈડ સોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, માત્ર 30 મિનિટમાં રેઝો સેરેસે આ સેડ ગીત લખી નાખ્યું હતું.

    આ પણ વાંચો: OMG! ટેટૂએ મહિલાને બનાવી અંધ, અનેક ઓપરેશનો પછી આખરે બદલાવી પડી આંખ

    કેમ કરતા હતા લોકો આત્મહત્યા?

    આ ગીત પ્રેમ સાથે જોડાયેલું હતું. કહેવાય છે કે, તે સોન્ગમાં એટલું દર્દ ભર્યુ હતું કે, લોકો તેને સાંભળીને આત્મહત્યા કરી લેતા હતા. તે હંગેરિયન સંગીતકાર રાઝો સેરાસ દ્વારા સેડ મૂડમાં લખવામાં આવ્યું હતું. આ દરમિયાન, હંગેરીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા વધવા લાગી હતી. જણાવી દઈએ કે, આ ગીતમાં કહેવામાં આવ્યું હતું કે દુનિયામાં માનવતાનો અંત આવી રહ્યો છે. સોન્ગની અંદર દયાની ભીખ માંગવામાં આવી છે. ગીતમાં લખ્યું છે કે, મૃત લોકો શેરીઓમાં ચાલી રહ્યા છે અને ઘાસના મેદાનો લોહીથી લાલ છે. આ ગીત ખૂબ જ મુશ્કેલીથી રેકોર્ડ કરવામાં આવ્યું હતું, અને 1935 માં બુડાપેસ્ટમાં એક મોચીએ આત્મહત્યા કરી હતી. તેણે સુસાઇડ નોટમાં ગ્લૂમી સન્ડે ગીતની પંક્તિઓ ટાંકી હતી. તે સમયે આ ગીત સાંભળીને ઘણા લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.

    ગર્લફ્રેન્ડ માટે લખેલું ગીત

    રાજસો સેરેજએ આ ગીત તેની ગર્લફ્રેન્ડ માટે કમ્પોઝ કર્યું હતું. એવું કહેવાય છે કે, તે તેની ગર્લફ્રેન્ડ સાથે ખૂબ જ પ્રેમમાં હતો પરંતુ, તેની ગર્લફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કરી અને તેણીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. આ બાદ, હૃદયભંગ થયેલા પ્રેમીની જેમ, તેણે 30 મિનિટમાં ગીતમાં પોતાનું દર્દ ઠાલવ્યું હતું. રેજસો સેરેજનું આ દર્દ માત્ર તેમના પૂરતું જ સીમિત ન હતું, પરંતુ તે ઘણા લોકોના મૃત્યુનું કારણ બની ગયું હતું.

    આ પણ વાંચો: આ ખુરશી પર જે બેસે છે, તે જીવતું નથી રહેતું, આ શાપિત ખુરશીથી આજે પણ લોકો ભયભીત

    62 વર્ષ માટે પ્રતિબંધિત

    આ બાદ આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા અને પછી હંગેરીમાં આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 35 વર્ષ પછી ગ્લૂમી સન્ડે કંપોઝર રેજ્સો સેરેસે આત્મહત્યા કરી લીધી હતી. એવો પણ દાવો કરવામાં આવે છે કે, તેણે જે ગર્લફ્રેન્ડ માટે આ ગીત લખ્યું હતું તેણે પણ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને તેની સુસાઈડ નોટમાં માત્ર 'ગ્લૂમી સન્ડે' લખેલું હતું. આ ગીત પર 62 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, 2003માં ગીત પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો અને હવે તે યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Crime news, Interesting News, OMG story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन