Home /News /eye-catcher /અમાનવીય: વૃદ્ધને નિર્વસ્ત્ર કરીને માર્યા અને શરીરમાં ઘુસાડ્યો ગ્લાસ, ચાર મહિના સુધી સહન કરી ગયા,આખરે...

અમાનવીય: વૃદ્ધને નિર્વસ્ત્ર કરીને માર્યા અને શરીરમાં ઘુસાડ્યો ગ્લાસ, ચાર મહિના સુધી સહન કરી ગયા,આખરે...

વૃદ્ધ નાં પેટમાં ચાર મહિના સુધી રહ્યો ગ્લાસ

Glass in Stomach: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની એક હોસ્પિટલમાં એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો છે જેમાં એક વૃદ્ધના શરીરમાં ચાર મહિના સુધી ગ્લાસ રહ્યો હતો. જે પાછળથી ડોક્ટરોએ સિટી સ્કેન કરતા મળી આવ્યો હતો. આ ગ્લાસ કેવી રીતે શરીરમાં પહોંચ્યો તે કહાની રસપ્રદ છે.

વધુ જુઓ ...
    રાજગઢ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ જિલ્લાની (Rajghar District) હોસ્પિટલમાં એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો છે, હકીકતમાં હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ રામદાસના પેટની અંદર એક ગ્લાસ ફસાઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ ગ્લાસ છેલ્લા 4 મહિનાથી તેના પેટમાં છે. આરોપ છે કે, કેટલાક લોકોએ તેને નગ્ન કરીને માર માર્યો હતો અને બાદમાં તેને તે જ ગ્લાસની ઉપર બેસાડી દીધો હતો. આ કિસ્સો તે સમયનો છે, જ્યારે તે અમાવતા ગામમાં ગયો હતો, જ્યાં લડાઈ દરમિયાન વૃદ્ધને તે ગ્લાસ ઉપર બેસાડવામાં આવ્યો ત્યારથી જ તે ગ્લાસ જ તેના પેટમાં ગયો હતો. (પેશન્ટના પેટમાં ગ્લાસ જોવા મળ્યો.)

    ગામના લોકોએ હોસ્પિટલ પહુંચાડયો

    ગ્રામજનોએ તેની સાથે આ અમાનવીય કૃત્ય કર્યું અને તે ઘટનાસ્થળેથી ભાગી ગયા, ત્યારથી કોઈ વૃદ્ધ રામદાસ તરફ જોતું નથી અને કોઈપણ પ્રકારની દેખરેખ રાખતા નથી. આ ઘટના 4 મહિના જૂની છે, પરંતુ આરોપીઓના ડર અને શરમના કારણે પીડિત રામદાસે કોઈને જાણ કરી ન હતી, પરંતુ હવે પીડા સતત વધી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં તેઓ રહી શક્યા નહીં અને ચાતુખેડા પહોંચ્યા અને ગ્રામજનોને જાણ કરી. આ પછી ગામના લોકો રામદાસને હોસ્પિટલ લઈ ગયા.

    આ પણ વાંચો: BJP નેતાના રિસોર્ટમાં ગરબાના નામે પૂલ પાર્ટી! યુવક યુવતીઓને મસ્તી કરતા જોઈ હિન્દુ સંગઠનોએ જુઓ શું કર્યું

    પીડિત રામદાસનું નિવેદન પોલીસે નોંધ્યું

    હાલમાં વૃદ્ધ રામદાસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે પીડિત નું નિવેદન નોંધ્યું છે. આ ઘટનાને 4 મહિના વીતી ગયા છે અને આજદિન સુધી રામદાસે કોઈને આ વિશે જાણ કરી નથી. તેના પર હુમલો કરનારા કોણ હતા, તે પણ તેને ખબર નથી. તેથી આ ગ્લાસ ભૂલથી ગુપ્તાંગમાંથી અંદર ગયો હોવાની આશંકા છે. મામલો ગમે તે હોય, પરંતુ હવે આ બાબતે તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે.



    CT Scanથી થઈ જાણ 

    રાજગઢના નિવાસી રામદાસે પોતાની વ્યથા એક પત્રકારને જણાવીને સમગ્ર ઘટના વિસ્તારથી જણાવી હતી. ડૉક્ટર દ્વારા જયારે CT Scan કરવામાં આવ્યું, ત્યારે રિપોર્ટમાં પેટની અંદર ગ્લાસ હોવાનું જાણવા મળ્યું હતું, તેમને આ માટે સારવારમાં કેટલો ખર્ચ આવશે અને હોસ્પિટલમાં તેમને કેવી સારવાર મળશે તે વિશે પણ જણાવ્યું હતું. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Madhyapradesh, OMG

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन