Home /News /eye-catcher /કોણ વધારે હોટ લાગે? આટલી વાતમાં છોકરીઓએ ક્લાસમાં કરી ધડાધડી,વાળ ખેંચીને મારમારીનો VIDEO વાયરલ

કોણ વધારે હોટ લાગે? આટલી વાતમાં છોકરીઓએ ક્લાસમાં કરી ધડાધડી,વાળ ખેંચીને મારમારીનો VIDEO વાયરલ

girls fight video

સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે છોકરીઓ એકબીજા સાથે ખૂબ મારપીટ અને વાળ ખેંચીને ઝઘડો કરતી નજરે ચડે છે. જુઓ આ VIDEO

    Girls Fight Viral Video: લોકો વચ્ચે ઝઘડા (Fighting) ઘણીવાર થતા હોય છે. કેટલીકવાર લોકો નાની નાની વાતોમાં એકબીજા સાથે ઝઘડો કરવા લાગી જાય છે અને બાદમાં તે નાનો ઝઘડો મોટી લડાઇમાં બદલાઇ જાય છે. તમે જોયું હશે કે ઘણી વખત 'તુ-તુ, મૈં-મૈં'થી શરૂ થયેલી લડાઈ મારામારી અને લાકડીઓ ઉઠાવવા સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં આ ઝઘડા જીવલેણ પણ બની જાય છે. આવા ઝઘડા સાથે જોડાયેલા વીડિયો (Fighting videos) ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral video) થતા રહે છે. આજકાલ આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે છકરીઓ એકબીજા સાથે ખૂબ મારપીટ અને ઝઘડો કરતી નજરે (girls fighting in the classroom) પડે છે અને તે ક્યાંય બીજે નહીં પણ ક્લાસરૂમની અંદર જ.





    શું છે વાયરલ વિડીયોમાં?

    વિડીયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરૂમમાં બે મોટી સ્ક્રીન છે, તો સામે ટેબલ પર લેપટોપ અને બુક પણ રાખવામાં આવ્યા છે. સાથે જ ક્લાસરૂમમાં બે છોકરીઓ એકબીજાના વાળ પકડીને ઝઘડતી જોવા મળે છે. તેમની વચ્ચે ઘણી માથાકૂટ થતી જોઇ શકાય છે. આ સમય દરમિયાન વર્ગખંડમાં ઘણા બધા છોકરા-છોકરીઓ હાજર હોય છે, પરંતુ તેમના ઝઘડા વચ્ચે કોઈ આવવા માંગતું નથી કે તેમને ઝઘડામાંથી છોડાવવા માટે પણ કોઈ પ્રયાસ કરતું નથી. જોકે, બાદમાં એક છોકરી બહારથી આવે છે અને વચ્ચે પડવાની કોશિશ કરે છે. પછી તેઓ એકબીજાથી અલગ થાય છે, નહીં તો જે રીતે બંને એકબીજાને થપ્પડ મારી રહી હતી, તો એવું લાગતું હતું કે જાણે તેમની લડાઈ પૂરી નહીં થાય.



    આ બાબતે થયો ઝઘડો!

    ફાઇટનો આ વિડીયો એકદમ આશ્ચર્યજનક છે, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Baharikekalesh નામના આઇડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે કોણ વધુ હોટ છે તે અંગે બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

    આ પણ વાંચો: બિરયાનીનો ઓર્ડર થોડો મોડો આવ્યો એમાં તો વેઇટરને બોચી પકડીને ઝાલ્યો અને ઢોર માર્યો, જુઓ VIDEO

    આગની જેમ વાયરલ થઇ રહ્યો વિડીયો

    23 સેકન્ડના આ વિડીયોને અત્યાર સુધી 63 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે, તો સેંકડો લોકોએ આ વિડીયોને લાઈક પણ કર્યો છે. સાથે જ લોકો વિડીયો જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે બંને હોટ છે, તો કોઈ કહી રહ્યું છે કે 'આમાં લડવાની શું જરૂર છે .. અમે તમને કહીએ છીએ કે કોણ હોટ છે."
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Social media, Viral videos, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन