Home /News /eye-catcher /

બેવફા બોયફ્રેન્ડ સાથે બદલો લેવા મહિલાએ ન્યૂઝ પેપરમાં આપી જાહેરાત, લોકોના સવાલોનો થયો વરસાદ

બેવફા બોયફ્રેન્ડ સાથે બદલો લેવા મહિલાએ ન્યૂઝ પેપરમાં આપી જાહેરાત, લોકોના સવાલોનો થયો વરસાદ

ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે એક જાહેરાત છપાવી

આ દિવસોમાં એક એવી મહિલાની ખૂબ ચર્ચા થઈ રહી છે જેણે પોતાના છેતરપિંડી કરનાર (Cheating boyfriend ad)ની હરકત બઘા સામે લાવી. ઓસ્ટ્રેલિયા (Australia)માં એક સ્થાનિક અખબાર છે જેનું નામ છે 'મેકે એન્ડ વ્હાઇટસન્ડેલાઇફ' (mackay and whitsundaylife).

વધુ જુઓ ...
    જે વ્યક્તિ પ્રેમમાં છેતરાય છે તે કાં તો પોતાને પીડાથી ઉપર ઉઠાવવાનું અથવા બદલો લેવા વિશે વિચારે છે. હવે બદલો લેવો એ બાબતોનો ઉકેલ નથી, પણ મનને ખૂબ જ શાંતિ મળે છે એ વાત સાચી છે. તાજેતરમાં, આનો પુરાવો એક અખબારમાં પ્રકાશિત એક જાહેરાત (Cheating boyfriend ad)માંથી જોવા મળ્યો જેમાં એક મહિલાએ બદલો લેવા માટે તેના બેવફા બોયફ્રેન્ડ (Girlfriend publish ad in newspaper of cheating boyfriend)ની હરકતો છતી કરી.

    આ દિવસોમાં એક એવી મહિલાની ખૂબ ચર્ચા થઈ રહી છે જેણે પોતાના છેતરપિંડી કરનાર (Cheating boyfriend ad)ની હરકત બઘા સામે લાવી. ઓસ્ટ્રેલિયા (Australia)માં એક સ્થાનિક અખબાર છે જેનું નામ છે 'મેકે એન્ડ વ્હાઇટસન્ડેલાઇફ' (mackay and whitsundaylife). હાલમાં જ એક મહિલાએ આ અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કારણ કે આ જાહેરાત કોઈ ચીજવસ્તુ અથવા સેવાઓ વિશે નથી, પરંતુ બોયફ્રેન્ડની બેવફાઈ વિશે છે.

    અખબારમાં બેવફા બોયફ્રેન્ડની જાહેરાત કાઢવામાં આવી
    આ જાહેરાતના એક પેજ પર લખ્યું છે - પ્રિય સ્ટીવ, મને આશા છે કે તું એની સાથે ખુશ હશે. હવે આખા શહેરને ખબર પડશે કે તું કેટલો ખરાબ અને કપટી છે. આ જાહેરાતની નીચે લખેલું છે કે તે જેની નામની મહિલાની તરફથી છે. આ સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે મહિલાએ આ જાહેરાત માટે સ્ટીવના ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવ્યા હતા.



    આ પણ વાંચો: લગ્ન કે કુસ્તી! મંડપમાં જ એકબીજા સાથે લડી પડ્યા વર-કન્યા

    કંપનીએ તેમની તરફથી કરી સ્પષ્ટતા
    જ્યારથી આ જાહેરાત પ્રસિદ્ધિમાં આવી લોકો અખબારમાંથી સ્ટીવ-જેની વિશે વધુ માહિતી માંગવા લાગ્યા. તો અખબારે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે તેમને સેંકડો મેસેજ મળ્યા છે જેમાં લોકો સ્ટીવ-જેની વિશે જાણવા માંગે છે. કંપનીએ કહ્યું કે ઘણા મેસેજના કારણે તેઓ બધાના જવાબ આપી શક્યા નથી, તેથી તેઓ ફેસબુક પર જવાબ આપી રહ્યા છે.

    આ પણ વાંચો: છોકરીએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં કર્યું ઈન્જેકટ

    તેમણે લખ્યું- અમે નથી જાણતા કે સ્ટીવ કોણ છે, પરંતુ લાગે છે કે તે ખૂબ જ ખરાબ છે. અમે જેની વિશે કોઈ માહિતી આપીશું નહીં અને અમે કોઈપણ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા કાપ્યા નથી. આ પોસ્ટને હજારો લોકોએ શેર કરી છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Viral news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन