Home /News /eye-catcher /

OMG! BFને ગળે મળવા દોડી છોકરી અને પછી સર્જાયો એવો અકસ્માત કે વાયરલ થવા લાગ્યો Video

OMG! BFને ગળે મળવા દોડી છોકરી અને પછી સર્જાયો એવો અકસ્માત કે વાયરલ થવા લાગ્યો Video

પ્રેમીને મળવા ભાગી પ્રેમિકા

Funny viral video: લાંબા સમયે મળતા બે વ્યક્તિઓને ક્યારેક તેને એવું લાગે કે તે દોડીને તે વ્યક્તિને ગળે જ લગાવી છે. જેમ આ એક છોકરીએ તેના બોયફ્રેન્ડને લાંબા સમય પછી જોયા પછી કર્યું હતું.

    લાંબા સમય પછી તમે તમારા કોઈ ખાસ વ્યક્તિને મળો છો, ત્યારે તમારી ખુશીનો કોઈ પાર નથી હોતો. આવી સ્થિતિમાં તમે પ્રિય પાત્રને ગળે મળીને ભેટી પડો છો, પરંતુ જો સામેવાળું પાત્ર તમારૂં પ્રિયજન હોય અને જો તે પ્રેમી યુગલ હોય તો આ મેળાપનો રાજીપો જ અપાર હોય છે.

    લાંબા સમયે મળતા બે વ્યક્તિઓને ક્યારેક તેને એવું લાગે કે તે દોડીને તે વ્યક્તિને ગળે જ લગાવી છે. જેમ આ એક છોકરીએ તેના બોયફ્રેન્ડને લાંબા સમય પછી જોયા પછી કર્યું હતું. પરંતુ આ મેળાપની સ્થિતિમાં અચાનક અકસ્માત થાય, ત્યારે આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

    આવો જ એક વિડીયો હાલ ટ્વિટર પર વાયરલ થયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી કારમાંથી ઉતરે છે અને એરપોર્ટથી બહાર આવતા તેના બોયફ્રેન્ડ તરફ સીધી ભાગી રહી છે. છોકરાને ગળે લગાડવા જતી છોકરી એટલી સ્પીડમાં હોય છે કે જેવો છોકરો નજીક પહોંચે છે, સંકલન – સંતુલનના અભાવે તેણી પડી જાય છે અને તેનો બોયફ્રેન્ડ પણ આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

    આ પણ વાંચોઃ-વિશ્વના આ 7 સ્થળોએ મહિલાઓને પ્રવેશવાની છે મનાઈ, દુનિયાના સૌથી પ્રચલિત સ્થળો પણ સામેલ!


    હસી-હસીને થયા લોટપોટ:


    ઉપરોક્ત વિડીયોમાં તમે જોયું કે એક છોકરી એરપોર્ટ પર તેના પાર્ટનરને રિસીવ કરવા માટે આવી હતી અને તે તેને આવકારવા, હૂંફાળું આલિંગન આપવા દોડી ગઈ. જો કે, આગળ શું થયું તેની કોઈને કલ્પના પણ નહીં કરી હોય. ટ્વિટર યુઝર હરપ્રીત દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયોમાં કપલ એરપોર્ટ પર પડી ગયું તે જોવા મળી રહ્યું છે.



    જોકે આ જાહેર સ્થળ પર આવી રીતે પડ્યાં છતા એકબીજાના પ્રેમમાં લોટપોટ અને એકબીજાને મળ્યાના હરખમાં તેઓ બંને એકબીજાની કાળજી લઈને એકબીજાને સહારો આપી રહ્યાં છે અને સાથે-સાથે આ થયેલ અવિસ્મરણીય અકસ્માત અંગે ખુશીથી એકબીજાને ગળે મળે છે.

    આ પણ વાંચોઃ-Tinder પર શખ્સે શોઘી ગર્લફ્રેન્ડની જગ્યાએ રાખડી બાંધનાર બહેન, જાણો વિચિત્ર કિસ્સો


    આ વાયરલ ટ્વિટર વિડીયો ક્લિપને શેર કરતી વખતે આપવામાં આવેલ કેપ્શનમાં એક રીપ્લાય જબરદસ્ત ફની હતો. આ ફની રીપ્લાયમાં યુઝરે કહ્યું કે, "ફોલિંગ ઇન લવ" (Falling In Love) લોકો પ્રેમમાં એકબીજામાં પડે છે, પરંતુ આ રીતે પ્રેમમાં પડવાની પણ એક અલગ જ મજા હોય છે."
    Published by:ankit patel
    First published:

    Tags: OMG, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन