લગ્નનો વાયદો આપી કર્યો રેપ, પ્રેગનેન્ટ થતા આવી ધમકી મળી

પૂર્વ દિલ્હીના અશોક નગરથી લગ્નની લાલચ આપી રેપનો મામલો સામે આવ્યો છે.

News18 Gujarati
Updated: May 12, 2019, 4:32 PM IST
લગ્નનો વાયદો આપી કર્યો રેપ, પ્રેગનેન્ટ થતા આવી ધમકી મળી
પીડિતાનો આરોપ છે કે રેપનો વીડિયો પણ મોબાઇલમાં શૂટ કરેલો છે અને ધમકી પણ આપવામાં આવી છે.
News18 Gujarati
Updated: May 12, 2019, 4:32 PM IST
પૂર્વ દિલ્હીના અશોક નગરથી લગ્નની લાલચ આપી રેપનો મામલો સામે આવ્યો છે. જ્યારે એફઆઇઆર અનુસાર યુવકે યુવતીને લલચાવી-ફોસલાવી તેમના ઘરે બોલાવી અને ફરી કોલ્ડ ડ્રિંકમાં એવો નશીલો પદાર્થ ભેળવીને તેમને પીવાડાવી દીધો, કોલ્ડ ડ્રીક પીધા બાદ છોકરી જ્યારે બેહોશ થઇ ગઇ ત્યારે તે હાલતમાં તેના પર રેપ કરવામાં આવ્યો. આવી હરકત બાદ પીડિતાને ધમકી આપવામાં આવી હતી, એટલું જ નહીં પીડિતાનો આરોપ છે કે રેપનો વીડિયો પણ મોબાઇલમાં શૂટ કરેલો છે અને ધમકી પણ આપવામાં આવી છે.

પીડિતા કહે છે કે મને ધમકી મળી હતી કે આ વીડિયો વિશે કોઇને કહીશ તો વીડિયો વાયરલ કરવામાં આવશે.

પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે લોકેશ નામના યુવાન વચ્ચે ફેસબુક દ્વારા વાતચીત શરૂ થઈ હતી, ત્યારબાદ બંનેએ એકબીજાના નંબર પણ એક્ચેન્જ કર્યા. યુવકે યુવતીને ઇ -16 નવા અશોક નગરમાં તેમના ઘર પર બોલાવી હતી. લોકેશ સતત વીડિયો વાયરલ થવાની ધમકી આપતો રહેતો હતો. બળાત્કારની ઘટના પછી, જ્યારે યુવતી ગર્ભવતી થઈ અને ખબર પડી, ત્યારે યુવકે તેનો ફોન પણ બ્લોક કરી દીધો.

યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી

પીડિતાએ જ્યારે પોલીસમાં જવાની વાત કરી તો લોકેશે લગ્નનો વાયદો પણ કર્યો પરંતુ એ પણ લાલચ જ નીકળી. પોતે ફસાતો હોવાની જાણ થતા આરોપીએ પીડિતાની મા ને ફોન કર્યો અને યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી. પોલીસની ફરિયાદ મળ્યાં બાદ યુવતીએ મેડિકલ ચેકઅપ કરાવ્યું જ્યા રેપની પુષ્ટી થઇ ગઇ. પોલીસે આ મામલે જાનથી મારી નાખવાની ધમકી અને રેપનો કેસ દાખલ કર્યો છે. આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસ તપાસ કરી રહી છે.

 
First published: May 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...