Home /News /eye-catcher /

OMG: 11 વર્ષની છોકરીએ કર્યું ગજબ! ચિપ્સનાં પેકેટ્સથી બનાવે છે ગરીબો માટે ધાબળા

OMG: 11 વર્ષની છોકરીએ કર્યું ગજબ! ચિપ્સનાં પેકેટ્સથી બનાવે છે ગરીબો માટે ધાબળા

11 વર્ષની છોકરીએ કર્યું ગજબ! ચિપ્સનાં પેકેટ્સથી બનાવે છે ગરીબો માટે ધાબળા

મનુષ્યના હૃદય (heart)માં કરુણા ઉંમરથી નહીં પરંતુ હૃદયથી આવે છે. ત્યારે જ તો એક 11 વર્ષની છોકરી (girl made blanket by chips packets)એ તેના પોકેટ મની (pocket money)માંથી ગરીબો માટે ધાબળા અને કેટલીક ચીજવસ્તુઓ તૈયાર કરી તેનું વિતરણ કરી રહી છે.

વધુ જુઓ ...
    શિયાળા (winter)ની ઋતુમાં આપડને આપણા ઘરની અંદર ધાબળા (blanket) અને રઝાઇમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. એવા લોકો વિશે વિચારો જેમની પાસે ઘર નથી કે ન તો રઝાઈ કે ધાબળા. યુનાઇટેડ કિંગડમ (united kingdom)માં રહેતી એક 11 વર્ષની છોકરી (girl)ના મગજમાં જ્યારે આ વાત આવી ત્યારે તેને કંઈક એવું કર્યું કે તે ચર્ચામાં આવી ગઈ.

    વેલ્સના પ્રેસસૈટેટિનની એલિસા ડીન (Alyssa Dean) શિયાળામાં બેઘર લોકોને થોડી રાહત આપવા માટે તેના હાથથી એક ખાસ ધાબળો તૈયાર કરે છે. આ બ્લેન્કેટ એલિસા ચિપ્સ રેપર્સ (Blanket Made of Chips Packets) દ્વારા તૈયાર કરવામાં આવે છે. કેટલીક વાર તે તેને તૈયાર કરવા માટે તેના પોકેટમનીના પૈસા લગાવતા પણ ખચકાતી નથી.

    44 ચિપ્સ પેકેટ્સમાંથી બની જાય છે બ્લેન્કેટ
    એલિસાને એક ધાબળા(ચિપ્સ પેકેટ બ્લેન્કેટ) તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 44 પેકેટ ચિપ્સની જરૂર પડે છે. તેણે અત્યાર સુધીમાં આવા 80 ધાબળા બનાવ્યા છે. એલિસા દરેક ધાબળા સાથે ગ્લોવ્ઝ, મોજા, ટોપી અને ચોકલેટ ટ્રીટ પણ રાખે છે.

    આ પણ વાંચો: OMG: corona vaccine લેતા જ 5 વર્ષ પહેલા અવાજ ગુમાવનાર વ્યક્તિ બોલવા લાગ્યો! શરીરમાં પણ હલનચલન

    આ માટે તે પોતાના પરિવાર અને મિત્રોની મદદ પણ લે છે. ધાબળો બનાવવા માટે એલિસા ચિપ્સના પેકેટને એક સાથે ઇસ્ત્રી કરે છે અને પછી તેમાથી ધાબળો બનાવે છે. માતા ડેરલેન તેને આ કામમાં મદદ કરે છે અને ખાલી પેકેટ એકત્રિત કરે છે. નોર્થ વેલ્સ લાઇવ સાથે વાત કરતાં તેની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી પર્યાવરણ પ્રત્યે ખૂબ સભાન છે અને તે આ કામ રસપૂર્વક કરે છે.

    આ પણ વાંચો: OMG! ભટકતા ભટકતા બીજી દુનિયાનો મળ્યો દરવાજો , અગાઉ નહોતી ગઈ કોઈની નજર

    45 મિનિટમાં તૈયાર થઈ જાય છે Care Package
    એલિસાને બ્લેન્કેટ તૈયાર કરવામાં કુલ 45 મિનિટનો સમય લાગે છે, કારણ કે હવામાનપ્રૂફ બનાવવા માટે ચિપ્સ પેકેટને ઇસ્ત્રી કરવામાં આવે છે. તેઓ બેઘર લોકોને મદદ કરવા માંગે છે, તેથી તેઓ ટોપી, મોજા અને ગ્લોવ્ઝ જેવી વસ્તુઓ પણ લઈ જાય છે. શરૂઆતમાં એલિસા તેના પોકેટ મનીથી આ કામ કરતી હતી, પરંતુ હવે તેને તેના માટે ભંડોળ મળે છે. બ્લેન્કેટ અને અન્ય વસ્તુઓના પેકેટને કેર પેકેજ કહેવામાં આવે છે જે ડેન્બિગશાયર, કોન્વી અને ફ્લિન્ટશાયરમાં વહેંચવામાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, OMG News, Shocking news, અજબગજબ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन