સેક્સ દરમિયાન શ્વાસ રુંધાવાથી યુવતીનું મોત, બોયફ્રેન્ડ સામે કેસ

News18 Gujarati
Updated: July 5, 2018, 11:06 AM IST
સેક્સ દરમિયાન શ્વાસ રુંધાવાથી યુવતીનું મોત, બોયફ્રેન્ડ સામે કેસ
પ્રતિકાત્મક તસવીર

આશરે એક વર્ષ પહેલા પોતાના બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં રોકાયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થયું હતું.

  • Share this:
આશરે એક વર્ષ પહેલા પોતાના બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં રોકાયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થયું હતું. આ ઘટનામાં મુંબઇ પોલીસે બોયફ્રેન્ડ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ સાથે પોલીસ ફોરેન્સીકની પણ મદદ લીધી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટ જોઇને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા.

ગર્લફ્રેન્ડ સાથે ભારત ફરવા આવ્યો હતો ઇઝરાયલી યુવક યકોવ

ઉલ્લેખનીય છે, 23 વર્ષનો ઇઝરાયી નાગરીક ઓરિરોન યકોવ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ભારત ફરવા આવ્યો હતો. આ દરમિયાન તેઓ મુંબઇની એક હોટલમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે રોકાયો હતો. આ પરિસ્થિતિમાં તેની ગર્લ્ડફ્રેન્ડનું રહસ્યમય પરિસ્થિતિઓમાં મોત થયું હતું. યાકોવે હોટલના કર્મયારીને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ અંદરના રૂમમાં બેભાન થઇને પડી છે. ત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચીને યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે ત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

ફોરેન્સિક રિપોર્ટ જોઇને પોલીસના ઉડી ગયા હોશ

મળતી માહિતી પ્રમાણે યુવતીના રહસ્યમય મોત અંગે પોલીસને ફોરેન્સિક રિપોર્ટ મળ્યો છે. જેને જોઇને પોલીસ ચોંકી ગઇ હતી. રિપોર્ટ પ્રમાણે યુવતીનું મોત શારીરિક સંબંધ બાંધતી વખતે ગુંગળામણથી થયું છે. બંને દક્ષિણ મુંબઇના કોલાબા વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. જ્યાં રૂમમાં શરીર સંબંધ બાધતી વખતે યુવકે યુવતીના ગળા ઉપર કથિત રીતે દબાણ કર્યું હતું જેના કારણે તેનો શ્વાસ રુંઘાયો હતો. જેથી બેભાન હાલતમાં તેને હોસ્પિટ લઇ જવાઇ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.

પોલીસે યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યોરિપોર્ટ આવ્યા બાદ પોલીસે યકોવ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. અત્યારે યકોવ ઇઝરાયલમાં છે. જોકે, પોલીસનું કહેવું છે કે, અત્યારે તપાસ ચાલી રહી છે. આગળની પ્રક્રિયા શરૂ કરવા માટે તેઓ ઇઝરાયલી વાણિજ્ય દુતાવાસને પત્ર લખશે.
First published: July 5, 2018, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading