Home /News /eye-catcher /અઘરી નોટ: મને પુછ્યા વગર મને પેદા શું કામ કરી? આ છોકરીએ પોતાના મમ્મી-પપ્પા પર કેસ ઠોકી દીધો
અઘરી નોટ: મને પુછ્યા વગર મને પેદા શું કામ કરી? આ છોકરીએ પોતાના મમ્મી-પપ્પા પર કેસ ઠોકી દીધો
આ છોકરીએ પોતાના પેરેન્ટ્સ પર કેસ ઠોકી દીધો
ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં છોકરીએ કેસ કરવાનું કારણ જણાવ્યું છે. કાસ થિયાઝ નામની આ મહિલાની વાત સાંભળી સૌ કોઈ ચોંકી ગયા છે. તમામ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સવાલ પુછી રહ્યા છે, કહી રહ્યા છે કે, જ્યારે તું ખુદ એક મમ્મી છો, તો પોતાના મમ્મી-પપ્પા પર ફરિયાદ કેવી રીતે કરી શકે. કેટલાય લોકો તેને ખરાબ દીકરી પણ ગણાવી રહ્યા છે.
VIRAL NEWS: દુનિયામાં સૌ કોઈને પોતપોતાની તકલીફો હોય છે. કોઈની પાસે નોકરી નથી, તો કોઈની પાસે જોબ છે, તો તેનાથી સંતુષ્ટ નથી. કોઈની પાસે પૈસા નથી, તો કોઈની પાસે એટલા પૈસા છે કે ખર્ચી શકતા નથી. કેટલીય વાર લોકો ત્યાં સુધી વિચારી લે છે કે, આખરે આપણે જનમ શું કામ લીધો? મા-બાપને ફરિયાદ પણ કરતા હોય છે, પણ એક છોકરી પોતાની જિંદગીથી એટલી કંટાળી ગઈ કે, તેણે પોતાના મમ્મી-પપ્પા પર કેસ કરી દીધો. કારણ જાણીને આપને પણ નવાઈ લાગશે.
ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં છોકરીએ કેસ કરવાનું કારણ જણાવ્યું છે. કાસ થિયાઝ નામની આ મહિલાની વાત સાંભળી સૌ કોઈ ચોંકી ગયા છે. તમામ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સવાલ પુછી રહ્યા છે, કહી રહ્યા છે કે, જ્યારે તું ખુદ એક મમ્મી છો, તો પોતાના મમ્મી-પપ્પા પર ફરિયાદ કેવી રીતે કરી શકે. કેટલાય લોકો તેને ખરાબ દીકરી પણ ગણાવી રહ્યા છે.
વીડિયોમાં કાસ થિયાઝ કહે છે કે, તે આ દુનિયામાં પોતાના મમ્મી-પપ્પાના કારણે આવી છે. જો તેઓ ન લાવતા તો, તે અત્યારે ન હોત અને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોત. આખરે તેમણે મારી મરજી વિરુદ્ધ મને જન્મ આપ્યો. તેમણે એ જાણવાની કોસિશ પણ ન કરી કે હું પેદા થવા માગું છું કે નહીં. ત્યારે હું એ વાતથી અજાણ હતી કે, મોટી થઈને પોતાની જિંદગી જીવવા માટે નોકરી કરવી પડશે. જો મને પહેલા ખબર હોત તો કદાચ હું આ ધરતી પર આવત જ નહીં. બાળકો પેદા કરવા સારી વાત નથી. જ્યારે આપ બાળક દત્તક લો છો, ત્યારે આપને ખબર હોય છે કે, તમે કોની સાથે જઈ રહ્યા છો.
વીડિયો ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, તું ખોટી છે. તમારાથી વિરુદ્ધ મેં મારા માતા-પિતાને મારુ ઘર આપી દીધું છે. બીજાએ લખ્યું કે, કેવા લોકો છે. જે માતા-પિતાને દુનિયાનો સૌથી વધારે પ્રેમ મળવો જોઈએ, તેના વિશે આવી વાતો કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર