પોતાના જ દુષ્કર્મના આરોપીના પ્રેમમાં પાગલ થઇ યુવતી અને આવ્યું આવું પરિણામ

માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ દુનિયાને અનેક હિસ્સાઓમાં મહિલાઓ દુષ્કર્મ સામે ઝઝુમી રહી છે.

News18 Gujarati
Updated: July 12, 2018, 2:53 PM IST
પોતાના જ દુષ્કર્મના આરોપીના પ્રેમમાં પાગલ થઇ યુવતી અને આવ્યું આવું પરિણામ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 12, 2018, 2:53 PM IST
માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ દુનિયાને અનેક હિસ્સાઓમાં મહિલાઓ દુષ્કર્મ સામે ઝઝુમી રહી છે. આવી સ્થિતિમાં પંજાબમાંથી એક દુષ્કર્મનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. પંજાબના મોગામાં કેટલાક સમય પહેલા એક સગિર યુવતી સાથે દુષ્કર્મ થયાની ઘટના ઘટી હતી. જેમાં આરોપી પણ સગિર હતો. સગિરાના પરિવારે ફરિયાદ નોંધાવી આરોપી સગિરને પકડી પાડ્યો હતો. પરંતુ એક સમય આવ્યો કે તે જામીન પર બહાર આવ્યો હતો. જ્યારે 2015માં જામીન પર બહાર આવેલા સગિર યુવકને પીડિત યુવતી સાથે વાસ્તવમાં પ્રેમ કરવા લાગ્યો હતો.

યુવકના પ્રેમનું પરિમાણ એ આવ્યું કે, યુવતી પણ તેના પ્રેમમાં પડી હતી. ત્યારબાદ બંનેની અનોખી પ્રેમ કહાની શરૂ થઇ ગઇ હતી. ઘણા સમય સુધી પ્રેમ પ્રકરણ ચાલ્યા બાદ ગત 4 જુલાઇએ કોર્ટમાં જઇને લગ્ન કરી દીધા હતા. એટલું જ નહીં પીડિત યુવતી પોતાના જ રેપિસ્ટના બાળકની માતા બની અને પુત્રને જન્મ આપ્યો હતો.

આ ઘટના 2013ની છે, યુવતીના પિતાએ પલવિંદર અને તેમની માતા સામે કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, પલવિંદરે તેની સગિર પુત્રીને લલચાવીને ભગાડી લઇ ગયો છે. એ સમયે યુવતી ઉંમર સાડા સત્તર વર્ષ હતી. પોલીસે તપાસ કરી તો બંને હાથમાં આવી ગયા હતા. પિતાની મુશ્કેલીઓમાં ત્યારે વધારો થયો જ્યારે કોર્ટમાં યુવતી પણ યુવકનો પક્ષ લઇ રહી હતી. પરિણામ એવું આવ્યું કે, જેને યુવતી કે યુવકે ક્યારે વિયાર્યું નહીં હોય. આ કેસમાં કોર્ટે 11 જુલાઇએ યુવકને દોષી ઠેરવ્યો. કોર્ટે પરવિંદરને સાત વર્ષની જેલ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...