છોકરીએ બુરખો પહેરીને, ટેબલ પર ચપટી વગાડતા અને તાલ મારતા ગાયુ Chennai Exressનું ગીત
છોકરીએ બુરખો પહેરીને, ટેબલ પર ચપટી વગાડતા અને તાલ મારતા ગાયુ Chennai Exressનું ગીત
મધુર અવાજ ગમતા લોકોએ વીડિયો કર્યો વાયરલ
સોશિયલ મીડિયા (Social Media) પર એક છોકરીએ ગાયેલું ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. બુરખો પહેરેલી આ છોકરીએ ચેન્નાઈ એક્સપ્રેસ (Chennai Exress)નું ગીત એવી રીતે ગાયું કે જોતા જ તે વાયરલ (viral song) થઈ ગયું.
સોશિયલ મીડિયા (Social Media) આજના સમયમાં એક એવું સ્થાન બની ગયું છે, જેના દ્વારા દુનિયાભરની છુપાયેલી પ્રતિભાઓ સામે આવે છે. સોશિયલ મીડિયાની મદદથી લોકો તેમને જોઈને વાયરલ(viral news) થઈ જાય છે. જેમના સુધી કોઈ મીડિયા વ્યક્તિ ક્યારેય પહોંચી શકતું નથી તેઓ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાના ખૂણે-ખૂણે પહોંચે છે. આ સોશિયલ મીડિયાના જોરે અત્યાર સુધી ઘણા લોકો ઘરે બેઠા ફેમસ થઈ ગયા છે.
રાનુ મંડલ હોય કે હાલમાં કાચી બદામ (kacha badam)ના ગાયકા હોય, સોશિયલ મીડિયા ઘણા લોકોને ખૂબ ઊંચાઈ પર લઈ ગયું છે. હાલના દિવસોમાં આવી જ એક છુપાયેલી પ્રતિભા ફરી વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર એક યુવતીનો ગાતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરીઓ સ્કૂલની બેંચ પર બેઠેલી જોવા મળી રહી છે. તેમાંથી એક છોકરીએ લાલ દુપટ્ટાથી માથું ઢાંક્યું છે. યુવતીએ કેમેરા સામે બેસીને ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસનું ગીત ગાયું હતું. યુવતીના અવાજે લોકોના દિલ જીતી લીધા છે. છોકરીને ખૂબ જ આરામથી ગીતમાં સૂર લગાવતી જોઈ શકાય છે.
મિત્ર સાથે કેમેરામાં રેકોર્ડ કર્યું ગીત
ગીત ગાતી વખતે છોકરીએ બેન્ચ પર જ તાલ વગાડી લીઘા. આ સાથે તેણે ગીતમાં ચપટી વગાડીને સંગીત પણ ઉમેર્યું હતું. આ દરમિયાન પાછળ બેઠેલી યુવતી હસતી અને તેના મિત્રને સપોર્ટ કરતી જોવા મળી હતી.આ નાનકડો વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.
યુવતીનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો લગભગ આઠ લાખ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર bharatsingers નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Video: આન્ટીજીએ કર્યો અદભુત Dance, જોરદાર મૂવ્સ જોઈને તમે પણ થઈ જશો ફેન!
લોકો આપી રહ્યાં છે વિવિઘ પ્રતિક્રિયા
આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો કોમેન્ટ આવી ચૂકી છે. બધાએ આ છોકરીના અવાજના ખૂબ વખાણ કર્યા. એક યુઝરે તેને સિક્રેટ સુપરસ્ટાર કહી. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે જો એક લતા ચાલ્યા જાય, તો ભારતમાં આવી ઘણી અમૂલ્ય પ્રતિભાઓ છે. જોકે, કેટલાક લોકોએ યુવતીને બુરખો પહેરવા બદલ ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો તો લોકોએ યુવતીને સંપૂર્ણ સમર્થન આપ્યું. એકે લખ્યું કે લોકોએ નફરતથી આગળ વધીને પ્રતિભાનું સન્માન કરવું જોઈએ.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર