સહેલીના લગ્નમાં પહોંચી યુવતી, દુલ્હાને જોઇને ઉડી ગયા હોશ

News18 Gujarati
Updated: July 23, 2018, 12:33 PM IST
સહેલીના લગ્નમાં પહોંચી યુવતી, દુલ્હાને જોઇને ઉડી ગયા હોશ
પ્રતિકાત્મક તસવીર

લગ્ન એ કોઇના માટે મહત્વનો પડાવ હોય છે. માણસ પોતાના લગ્નમાં ખુલીને મસ્તી નથી કરી શકતો કારણે તે એ સમયે તમામ રિવાજોને નિભાવવા માટે એટલો વ્યસ્ત હોય છે

  • Share this:
લગ્ન એ કોઇના માટે મહત્વનો પડાવ હોય છે. માણસ પોતાના લગ્નમાં ખુલીને મસ્તી નથી કરી શકતો કારણે તે એ સમયે તમામ રિવાજોને નિભાવવા માટે એટલો વ્યસ્ત હોય છે કે, માણસને આજુબાજુ જોવાનો સમય પણ મળથો નથી. પોતાના પરિવારના સભ્યના લગ્નમાં પણ માસણને ભારે કામ કરવું પડે છે. સાથે સાથે સંબંધીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે. પરંતુ વાત જો પોતાના મિત્રના લગ્નની હોય તો એ લગ્ન હંમેશા ખાસ રહે છે. પોતાના મિત્રના લગ્નમાં જવાનું મન દરેકને થાય. આ સમયે જૂના મિત્રો મળે છે અને સાથે સાથે મોજમસ્તી પણ થઇ જાય છે. આવી જ એક ઘટના એક મહિલા સાથે ઘટી હતી.

મહિલા પોતાની સહેલીના લગ્નમાં ખુબ જ ઉત્સાહ સાથે પહોંચી હતી. પરંતુ ત્યાં એવું થયું કે તે પોતાની જાતને સંભાળી ન શકી. મહિલાએ જોયું તો તેનો પતિ જ સંતાઇને તેની સહેલી સાથે લગ્ન કરતો હતો. આ જોઇને મહિલાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. મીડિયા પાસેથી મળેલી જાણકારી પ્રમાણે જ્યારે મહિલાને શંકા ગઇ કે સહેલી સાથે લગ્ન કરનાર તેનો જ પતિ છે તો તેણે મોડુ કર્યા વગર જ આ વાત પોતાના અન્ય મિત્રોને જણાવી. બધાએ મળીને એ વ્યક્તિની સચ્ચાઇનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું. તક મળતાની સાથે મહેમાનો સામે જ દુલ્હાનો અસલી ચહેરો સામે લાવ્યો.

ઉલ્લેખનીય છેકે, આ ઘટના સાઉદી અરબની છે. જોકે, સાઉદીમાં આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ આવા પ્રકારની અનેક ઘટનાઓ બની છે. આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે કે, પોતાના જ કોઇ ખાસ મિત્રના લગ્નમાં જ પોતાના પતિ તેની સાથે લગ્ન કરતો હોય.
First published: July 23, 2018, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading