અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ

News18 Gujarati
Updated: May 4, 2020, 2:29 PM IST
અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ
આ ઝેરીલી માખી જેને કરડે છે તેનું મોત થઈ જાય છે, રોજ 60થી 80 કિલોમીટરનું અંતર કાપે છે

આ ઝેરીલી માખી જેને કરડે છે તેનું મોત થઈ જાય છે, રોજ 60થી 80 કિલોમીટરનું અંતર કાપે છે

  • Share this:
વોશિંગટનઃ કોરોના સંક્રમણ (Coronavirus)ની સામે સંઘર્ષ કરી રહેલા અમેરિકા (United States) માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં મધમાખીથી 5 ગણી મોટી જીવલેણ માખી (Hornets) જોવા મળી રહી છે. આ હૉરનેટ વેસ્ટ કોસ્ટ વિસ્તારમાં જોવા મળી છે. ચિંતાની વાત એ છે કે તે આકારમાં તો મોટી છે જ ઉપરાંત ઝેરીલી પણ છે. તેના કરડવાથી માણસનું મોત થઈ જાય છે. તે દર વર્ષે દુનિયાભરમાં 60 લોકોને પોતાનો શિકાર બનાવે છે.

વૈજ્ઞાનિકો મુજબ, આ હૉરનેટ એશિયાના ભારે વરસાદ અને ભેજવાળા જંગલોમાં મળી આવે છે. તે ટ્રોપિકલ હવામાન જેવા કે વિયતનામ જેવો દેશોને અનુકૂળ માનવામાં આવે છે, તે અમેરિકા જોવા મળતા લોકોને આશ્ચર્યની સાથે ડર પણ લાગી રહ્યો છે. તેનો પાંખોનો ફેલાવો ત્રણ ઈંચથી વધુ હોય છે અને તે ખતરનાક ઝેર ન્યૂટ્રોક્સિનથી સજ્જ હોય છે.


થોડાક દિવસો પહેલા મધમાખી માપનારા કૉનરાડ બેર્બ્યુ નામના એક વ્યક્તને વેનકોવર આઇલેનડ પર તેને એક મધપૂડાને નષ્ટ કરવા માટે મોકલવામાં આવ્યો હતો પરંતુ તેને આ માખીઓ અનેક વાર કરડી ગઈ. બીજી તરફ મિરરના રિપોર્ટ મુજબ આ માખીઓના સમાચાર સામે આવ્યા બાદ તે વિસ્તારના લોકો તેને દૈવીય આપત્તિ માની રહ્યા છે. લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી તેને કોરોના બાદ ઈશ્વરની અન્ય સજા ગણાવી રહ્યા છે.

દવાઓથી બચ્યો પરંતુ ચાલતી વખતે દુખાવો થાય છે

કૉનરાડે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે, તે પૂરી તૈયારી સાથે ગયો હોત તેથી તેને સમયસર પોતાની જાતે સારવાર કરી દીધી. સાથોસાથ તેણે જણાવ્યું કે તેણે આ માખીઓના મધપૂડો પણ નષ્ટ કરી દીધો. કૉનરાડ જણાવે છે કે જ્યારે તેને ડંખ મારવામાં આવ્યા તો તેને લાગ્યું કે શરીરમાં કોઈએ ગરમ વસ્તુને ભરી દીધી હોય. તેણે જણાવ્યું કે, ભલે તે સાજો છે પણ હજુ પણ તેને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે અને પગમાં ઘણો દુખાવો થાય છે.આ પણ વાંચો, આ શખ્સે ખાઈ લીધી હતો સાપ, ફેફસામાં જીવતાં કીડાં જોઈ ડૉકટર્સ પણ ચોંકી ગયા

જોકે, એન્ટોમોલોજિસ્ટનું માનવું છે કે તે મનુષ્યોને વધુ ખતરો મધમાખીઓથી છે. ગયા મહિને બ્રિટનમાં પણ આ પ્રકારની હૉરનેટ જોવા મળી હતી એન તેને હટાવવા માટે લગભગ 70 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. એવામાં અમેરિકામાં જો તે ફેલાય છે તો વધુ ખર્ચ કરવો પડશે. છેલ્લીવાર તેને યૂરોપના કેટલાક દેશોમાં વર્ષ 2004માં જોવા મળી હતી પરંતુ ત્યારે તેની સંખ્યા ઘણી ઓછી હતી. વૈજ્ઞાનિકો મુજબ, તે દરરોજ 60થી 80 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ જાય છે અને નવા ઘર બનાવે છે.

આ પણ વાંચો, ALERT: ભારતમાં હવે આફ્રિકન સ્વાઇન ફ્લૂનો ખતરો, આસામમાં 2500 સૂવરનો સફાયો


 
First published: May 4, 2020, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading