મનીષ મિશ્ર, ગાજીપુર. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાજીપુર (Ghazipur) જિલ્લામાં ગંગા નદી (Ganga River)માં વહી રહેલા એક લાકડાના બોક્સમાં 21 દિવસની માસૂમ બાળકી (New Born Baby Girl) મળી આવી છે. ગાજીપુરમાં દદરી ઘાટના કિનારે ગંગામાં વહી રહેલા બોક્સમાંથી બાળકીના રડવાનો અવાજ સાંભળીને જ્યારે નાવિકે તેને ખોલ્યું તો તેની આંખો પહોળી થઈ ગઈ. બોક્સમાં દેવી-દેવતાઓની તસવીરો અને જન્મકુંડળની સાથે એક માસૂમ બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી. ત્યારબાદ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી. પોલીસે બાળકીને આશા જ્યોતિ કેન્દ્ર મોકલી આપી છે અને તપાસમાં લાગી ગઈ છે.
મળતી માહિતી મુજબ, દદરી ઘાટ પર ગંગા નદીના કિનારે એક લાકડાનું બોક્સમાંથી એક નાવિકને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. નાવિકે પાસે જઈને જોયું તો લાકડાના બોકસની અંદરથી કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં સુધીમાં ઘાટ પર હાજર લોકો પણ ત્યાં એકત્રિત થઈ ગયા.
લોકોએ લાકડાનું બોક્સ ખોલ્યું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. લાકડાના બોક્સમાં એક માસૂક બાળકી હતી, જે રડી રહી હતી. આશ્ચર્યની વાત એ હતી કે બોક્સમાં દેવી-દેવતાઓની તસવીરો લાગેલી હતી અને એક જન્મકુંડળી પણ હતી, જે કદાચ બાળકીની જ હોય. જન્મકુંડળીમાં બાળકીનું નામ ગંગા લખ્યું છે.
લાકડાના બોક્સમાંથી મળી આવેલી માસૂક બાળકીને નાવિક પોતાના ઘરે લઈ ગયો. તેના પરિવારના સભ્યોએ બાળકીને ઉછેરવા માંગતા હતા, પરંતુ સ્થાનિક લોકોએ મામલાની જાણ પોલીસને કરી. માસૂમ બાળકી મળી આવી હોવાની માહિતી મળતાં જ પોલીસ ટીમ નાવિકના ઘરે પહોંચી અને બાળકીને આશા જ્યોતિ કેન્દ્ર લઈ ગઈ, જ્યાં બાળકીનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. માસૂમ બાળકી સંપૂર્ણ પણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાની માહિતી મળી છે. હાલ સમગ્ર જિલ્લામાં લાકડાના બોક્સમાંથી મળી આવેલી બાળકી વિશે જ ચર્ચા ચાલી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર