ડૉગ સ્ક્વોડની 'લીના'એ ઉકેલી બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ઈનામમાં મળ્યું પ્રમોશન અને નવો પટ્ટો

News18 Gujarati
Updated: June 12, 2020, 10:40 AM IST
ડૉગ સ્ક્વોડની 'લીના'એ ઉકેલી બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ઈનામમાં મળ્યું પ્રમોશન અને નવો પટ્ટો
ડૉગી લીનાએ વિવેક હત્યાકાંડના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં અગત્યની ભૂમિકા અદા કરી

ડૉગી લીનાએ વિવેક હત્યાકાંડના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં અગત્યની ભૂમિકા અદા કરી

  • Share this:
અમિત રાણા, ગાજિયાબાદઃ દિલ્હી-એનસીઆરના મુખ્ય શહેરો પૈકીના એક ગાજિયાબાદ (Ghaziabad)માં ગત 31 મેના રોજ મસૂરી પોલીસ સ્ટેશન હદના કુશાલયા ગામના રહેવાસી વિવેકની હત્યા (Vivek Murder Case)નો કોયડો ઉકેલાતો જ નહોતો. આ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રીની ઉકેલવા માટે પોલીસે ફિલ્ડ યૂનિટ, સર્વેલન્સની સાથે ડૉગ-સ્વો ોડની પણ મદદ લીધી. પરંતુ પોલીસને તે સમયે સફળતા હાથ લાગી જ્યારે ડૉગ સ્વોતોડ (Dog Squad)માં સામેલ ડૉગી લીનાએ હત્યારાઓને શોધી કાઢ્યા. લીનાએ વિવેક હત્યાકાંડના અસલી હત્યારાઓ સુધી પોલીસને પહોંચાડી. લીનાને તેના માટે નવો પટ્ટો, ગાદી અને પ્રમોશન આપવામાં આવ્યું છે.

મૂળે, 31 મેના રો જ વિવેક ઘરેથી નોકરી માટે ગયો હતો પરંતુ પરત નહોતો આવ્યો. 1 જૂને વિવેકની લાશ મસૂરીના જ એક ખેતરમાં પડેલી મળી. વિવેકના પિતા દ્વારા 4 લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા આ કેસની તપાસમાં ફિલ્ડ યૂનિટ, સર્વેલન્સની સાથે ડૉગ સ્ક્વોડનો પણ સહારો લીધો. આ બ્લાઇન્ડ કેસમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી ડૉગ સ્ક્વોડની ફિમેલ ડૉગ લીનાએ. તપાસ દરમિયાન ઘટનાસ્થળથી સૂંઘીને લીના નજીકના ગામ ઝુંડપુરમાં પહોંચી અને ત્યાં એક ઘરની બહાર પોતાના પંજાથી નહોર મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, લીના ત્યાંથી આગળ જવા તૈયાર જ નહોતી થતી.

આ પણ વાંચો, 72 વર્ષીય દુર્ગા પ્રસાદે લખી ‘કોરોના ચાલીસા’, PM મોદીને પણ મોકલી

ત્રણ હત્યારા ઝડપાઈ ગયા

લીનાની આ હરકતથી પોલીસકર્મીઓને અંદાજ આવી ગયો હતો કે વિવેકની હત્યાના તાર આ સ્થળ સાથે જોડાયેલા છે. ત્યારબાદ સ્થાનિક પોલીસની સાથે મળી પોલીસ ટીમે તપાસ બાદ તે સ્થળે રહેનારાં મોહસીન, આદિલ અને સલમાનની ધરપકડ કરી લીધી. તેમની પાસેથી મૃતક વિવેકની મોટરસાઇકલ, મોબાઇલ અને ખાવાનું ટિકિટ મળી આવ્યું.
ગાજિયાબાદ એસએસપીએ આ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રીને ઉકેલનારી ટીમને 10 હજાર રૂપિયાનું પુરસ્કાર આપ્યું છે. બીજી તરફ, આ ટીમમાં સામેલ ડૉગ સ્ક્વોડની ફિમેલ ડૉગ લીનાને નવો પટ્ટો, નવી ગાદી અને સાથોસાથ તેને પ્રમોશન પણ આપ્યું છે.

આ પણ વાંચો, સંતાનોને મળવા પહોંચેલા જમાઈને સાસરી પક્ષે દોડાવી-દોડાવીને ફટકાર્યો, Video Viral
First published: June 12, 2020, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading