Home /News /eye-catcher /

2 કિમી ચાલીને પોતાના માલિકને જમવાનું પહોંચાડે છે આ ક્યુટ જર્મન શેફર્ડ, ચહેરા પર સ્માઇલ લાવશે આ Video

2 કિમી ચાલીને પોતાના માલિકને જમવાનું પહોંચાડે છે આ ક્યુટ જર્મન શેફર્ડ, ચહેરા પર સ્માઇલ લાવશે આ Video

ડોગનું નામ ‘શેરુ’ છે અને તે દરરોજ બે કિમી ચાલીને પોતાના ડેડીની ઓફિસમાં લંચ પહોંચાડે છે. (Image credit- Instagram/@timssyvats)

Dogs Viral Video: આ વિડીયોમાં એક ક્યુટ જર્મન શેફર્ડ (German Shepherd Video) છે જે તેના માલિક એટલે કે પિતાની ઓફિસમાં લંચ પહોંચડવાને પોતાનો હેતુ બનાવે છે.

    Dogs Viral Video: કૂતરાં મનુષ્યના બેસ્ટ ફ્રેન્ડ હોય છે એ વાતનો અહેસાસ તમામ ડોગ લવર્સને હશે. કૂતરાં વફાદાર હોવા ઉપરાંત તમને સામે એટલો જ વ્હાલ કરે છે અને આ ચોક્કસ વિડીયોના સંદર્ભમાં એ સાચું છે, જે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફક્ત તમારા ચહેરા પર સ્મિત નહીં લાવે, પણ તમારો આખો દિવસ સુધારી દેશે. આ વિડીયોમાં એક ક્યુટ જર્મન શેફર્ડ (German Shepherd Video) છે જે તેના માલિક એટલે કે પિતાની ઓફિસમાં લંચ પહોંચડવાને પોતાનો હેતુ બનાવે છે.

    દરરોજ 2 કિમી ચાલીને લંચ પહોંચાડે છે

    વિડીયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે શ્વાન તેના પિતાની ઓફિસ તરફ કેવી રીતે ખુશીથી કૂચ કરે છે. આ રૂંવાદાર કૂતરાના મોંમાં લંચ બોક્સ લટકતું જોવા મળે છે, જે તેણે બહુ મજબૂતીથી પકડી રાખ્યું છે. વિડીયોના ટેક્સ્ટ પરથી એ ખ્યાલ આવે છે કે ડોગનું નામ ‘શેરુ’ છે અને તે દરરોજ બે કિમી ચાલીને પોતાના ડેડીની ઓફિસમાં લંચ પહોંચાડે છે.

    આ પણ વાંચો: Viral Video: મહિલાને ‘મમ્મી’ કહીને બોલાવવા લાગ્યો પોપટ, બંને વચ્ચેની વાતચીત પર ફિદા થઇ ગયું ઇન્ટરનેટ

    રોડ સેફ્ટી પણ જાણે છે આ ડોગ

    વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું આ સુપર ક્યુટ નથી?’ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ બ્લોગર @timssyvats દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને હાલમાં તેના પેજ પર 46,000 ફોલોઅર્સ છે. ડોગ શેરુ એકદમ વેલ-ટ્રેન્ડ પણ છે, એટલે તેને ખ્યાલ છે કે ટ્રાફિકમાં કઈ રીતે ચાલવું અને વ્હીકલ દેખાય તો રોડની એક બાજુ ઊભા રહી જવું. તમે પણ જુઓ વિડીયો-




    આ પણ વાંચો: VIDEO: રસ્તા પર માણસે બનાવ્યો અદ્ભુત 3D સ્કેચ, જુઓ શ્વાન પણ કેવી રીતે મૂંઝાયો, ડ્રોઈંગને સમજી બેઠો ખાડો

    9 લાખથી વધુ લોકોએ જોયો આ વિડીયો

    આ વિડીયો છ દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી જ યુઝર્સ તેના પર ફિદા થઈ ગયા છે. લોકો કમેન્ટમાં આ ડોગના વખાણ કરતા થાકતા નથી. અત્યારસુધી આ વિડીયોને 9 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ બહુ ક્યુટ અને અડોરેબલ છે. તે રોડ સેફ્ટી વિશે પણ જાણે છે. ભગવાન તેમના પર કૃપા કરે. તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે.’ તો બીજા એક યુઝરે પણ તેની આ બાબતે પ્રશંસા કરી કે, ‘ક્યુટ અને બહુ જ સમજુ. તે રસ્તા પર બહુ જ સુરક્ષિત ચાલી રહ્યો છે.’ તો અન્ય એકે વિડીયો જોઈને લખ્યું કે, ‘હું હવે રડવા લાગીશ.’
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, OMG News, OMG Videos, Viral videos, અજબ ગજબ સમાચાર, અજબગજબ

    આગામી સમાચાર