લૉકડાઉનના કારણે તુર્કી ન જઈ શક્યો આ જર્મન, 54 દિવસથી દિલ્હી એરપોર્ટ પર રહેવા મજબૂર

News18 Gujarati
Updated: May 11, 2020, 10:34 AM IST
લૉકડાઉનના કારણે તુર્કી ન જઈ શક્યો આ જર્મન, 54 દિવસથી દિલ્હી એરપોર્ટ પર રહેવા મજબૂર
પ્રતીકાત્મક તસવીર

અભિનેતા ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ધ ટર્મિનલ’ની જેમ દિલ્હી એરપોર્ટ પર 18 માર્ચથી ફસાયો છે આ જર્મન મુસાફર

  • Share this:
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)ના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Indira Gandhi International Airport)ના ટ્રાન્જિટ એરિયા (Transit Area)માં એક જર્મન નાગરિક છેલ્લા 54 દિવસથી ફસાયેલો છે. પરંતુ તેની કોઈ પ્રકારની મદદ કરવા જર્મન એમ્બસી તૈયાર નથી. મૂળે, 40 વર્ષીય જર્મન નાગરિક એડગાર્ડ જિયાબાત 18 માર્ચે હનોઈથી ઈસ્તંબુલ જઈ રહ્યો હતો. તેને દિલ્હીમાં તુર્કીની ફ્લાઇટ પકડવાની હતી. આ દરમિયાન ભારતે કોરોના સંકટના કારણે અહીંથી તુર્કીની તમામ ફ્લાઇટ રદ કરી દીધી. તેના ચાર દિવસ બાદ ભારતે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રોકી દીધી અને પછી 25 માર્ચે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ થઈ ગયો. આ લૉકડાઉન 17 મે સુધી ચાલુ રહેશે.

એરપોર્ટ પર અન્ય 4 વિદેશી નાગરિકો પણ ફસાયા

દિલ્હીના આ એરપોર્ટ પર તેના ઉપરાંત અન્ય વિદેશી નાગરિકો પણ ફસાયા હતા. આ તમામની જાણકારી એરપોર્ટ ઓથોરિટીએ સંબંધિત દેશની એમ્બસીને આપી. આ તમામ લોકોને તમેની એમ્બસીએ સુવિધા આપી અને ક્વૉરન્ટીન માટે મોકલી આપ્યા હતા. પરંતુ જર્મન નાગરિક જિયાબાત માટે સૌથી મુશ્કેલીની વાત એ છે કે તેનો પોતાના દેશમાં અપરાધિક રેકોર્ડ છે. આ કારણે જર્મની તેની કસ્ટડી લેવા મોટ તૈયાર નથી.

‘ધ ટર્મિનલ’ ફિલ્મની યાદ તાજા થઈ

આ જર્મન નાગરિક હાલ જે સ્થિતિમાં મૂકાયો છે તેના જેવી જ સ્થિતિ હૉલિવૂડની ફિલ્મ ધ ટર્મીનલ (The Terminal)માં અભિનેતા ટોમ હેન્ક્સ (Tom Hanks)ની દર્શાવવામાં આવી હતી. તે ફિલ્મમાં પણ અમેરિકાના એરપોર્ટ ખાતેના ટર્મિનસ ખાતે ટોમ હેન્ક્સ ફસાઈ ગયો હતો અને ત્યાંના સપોર્ટ સ્ટાફ સાથે તેણે મિત્રતા કેળવી હતી. આ જર્મન નાગરિક પણ ટ્રાન્જિટ એરિયામાં રહીને ત્યાં જે એકાદ ફુડ આઉટલેટ ખુલ્લું હોય છે ત્યાંથી પોટાનું પેટ ભરી લે છે. એરપોર્ટ ખાતેના સપોર્ટ સ્ટાફ સાથે પણ તેણે થોડી મિત્રતા કેળવી દીધી છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજાભારતે વીઝા ન આપ્યા

એરપોર્ટના બે સિક્યુરિટી અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારને જણાવ્યું કે, અપરાધિક રેકોર્ડના કારણે ભારતે પણ આ જર્મન નાગરિકને વીઝા નથી આપ્યા. આ સંબંધમાં જર્મન એમ્બસી સાથે કૉલ અને મેસેજ મોકલીને જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તેની પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા તાત્કાલિક નથી મળી.

18 માર્ચે દિલ્હી પહોંચ્યો હતો

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, 18 માર્ચે જિયાબાત વિયતનામના વિજતજેટ ફ્લાઇટથી નવી દિલ્હી પહોંચ્યો. ટ્રાન્જિટ પેસેન્જર તરીકે તેને ઈસ્તંબુલ જવાનું હતું. પરંતુ આ પહેલા ઈસ્તંબુલની તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી. એક અધિકારી મુજબ, એરપોર્ટ ટ્રાન્જિક્ટ એરિયામાં અન્ય મુસાફરોના સંબંધિત એમ્બસીમાં તેની જાણકારી આપવામાં આવી. આ મુસાફરોમાં બે શ્રીલંકા અને એક-એક મુસાફર માલદીવ અને ફિલિપાઇન્સના હતા. આ તમામને જરૂરી સહાયતા મળી. પરંતુ જર્મનીમાં અપરાધિક કેસ નોંધાયા હોવાના કારણે આ જર્મન નાગરિકને અરપોર્ટના ટ્રાન્જિક્ટ એરિયામાં રહેવું પડી રહ્યું છે. .એક અધિકારીએ કહ્યું કે જિયાબાતે ઔપચારિક રીતે ભારતીય વીઝા માટે અરજી નથી કરી.

આ પણ વાંચો, ઋષિ કપૂરે પોતાના મોતને લઈ વર્ષો પહેલા કરી હતી ભવિષ્યવાણી! જાણો હકીકત


 
First published: May 11, 2020, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading