OMG: 22 કરોડમાં વેચાશે જર્મન આર્ટિસ્ટનો સોલિડ ગોલ્ડમાંથી બનાવેલો Avocado Toast

સોલિડ ગોલ્ડમાંથી બનાવેલો એવોકાડો ટોસ્ટ

Gold Avocado Toast: આ એવોકાડોની કિંમત 2.9થી 3 મિલિયન ડોલર આંકવામાં આવી છે.

  • Share this:
આજ કાલ દરેક વસ્તુમાં સોનાનો ઉપયોગ કરવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આ રેસમાં વધુ એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. લોકો પોતોની હેલ્થને લઈને વધુ જાગૃત  થયા છે. તેઓ પોતાની ડાયટને ફોલો કરતા હોય છે. ઘણા બધા લોકો પોતાની ડાયટમાં એવોકાડોનો (avocado) ઉપયોગ કરે છે.

હાલમાં જ એક જર્મન કલાકારે કંઈક એવું બનાવ્યું છે, જેણે દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એક જર્મન કલાકાર ટિમ બેંગલે (Tim Bengel) સોલિડ ગોલ્ડમાંથી એવોકાડો ટોસ્ટ (Gold Avocado Toast) બનાવ્યો છે, જે 22 કરોડમાં વેચાશે. જી હાં તમે સાચું સાંભળી રહ્યા છો. જર્મન કલાકાર ટિમ બેંગલે સોનાનો એવોકાડો ટોસ્ટ બનાવ્યો છે. આ એવોકાડો સંપૂર્ણ રીતે સોનામાંથી બનેલો છે, જે દુનિયાનો સૌથી મોંઘો એવોકાડો ટોસ્ટ છે અને તેનું વજન 26 પાઉન્ડ છે.

ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, આ એવોકાડોની કિંમત 2.9થી 3 મિલિયન ડોલર આંકવામાં આવી છે. આ એવોકાડો ટોસ્ટ 27 ભાગોથી બનાવામાં આવ્યો છે. જેમાં ડુંગળીના ટુકડા, ટામેટાના ટુકડા તેમજ અરુગુલા સાથે સંપૂર્ણ બેગલ સેન્ડવિચનું સ્વરૂપ આપ્યું છે. આ સોનામાંથી બનાવેલા એવોકાડો ટોસ્ટમાં માત્ર એક જ એવોકાડોની સ્લાઈસ છે, જેની કિંમત 14 હજાર ડોલર છે.








View this post on Instagram






A post shared by Tim Bengel (@timbengel)






કલાકારના મતે, એવોકાડો ટોસ્ટ સંસ્કૃતિમાં ખુબ જમહત્વનું સ્થાન ધરાવે છે. જે સંપત્તિ, આરોગ્ય અને સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે અને બેંગલ સામગ્રીને "ગ્રીન ગોલ્ડ" તરીકે ઓળખાવે છે. “Who Wants To Live Forever?," શીર્ષક ધરાવતો ભાગ હાલમાં બર્લિન આર્ટ વીક દરમિયાન એવોકાડો ક્લબ તરીકે ઓળખાતી પ્રો-એવોકાડો સંસ્થામાં બતાવવામાં આવ્યો હતો.








View this post on Instagram






A post shared by Tim Bengel (@timbengel)






ટિમ બેંગલનો આ પહેલો અનુભવ નથી કે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. પરંતુ 2017માં આ જર્મન કલાકારે ચેલ્સિયા ગેલેરીમાં તેમને રેતીના આર્ટવર્કનું પ્રદર્શન કર્યું હતું. જે પણ ખૂબ જ વાયરલ થયું હતું.








View this post on Instagram






A post shared by Tim Bengel (@timbengel)





ટિમ બેંગલનું આ લેટેસ્ટ આર્ટવર્ક લોકો માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.








View this post on Instagram






A post shared by Tim Bengel (@timbengel)






ગોલ્ડ પ્લેટેડ વડાપાંવની પણ હતી ચર્ચા

થોડા સમય પહેલા દુબઈમાં ઓ પાવ (O Pao) નામની એક રેસ્ટોરન્ટે સોનાનું વડાપાંઉ (Gold vada pav) લૉંચ કર્યું હતુ. તેની પણ ઘણી ચર્ચાઓ ચાલી હતી. સોનાના વડાપાંઉની કિંમત 99 દિરહામ એટલે કે આશરે બે હજાર રૂપિયા છે. જોકે, આ વડાપાંઉને ફક્ત રેસ્ટોરન્ટની અંદર જ ખાઈ શકાય છે. એટલે કે ટેક અવે સુવિધા નથી મળતી. કોઈ કારણે વડાપાંઉને રેસ્ટોરન્ટની બહાર લઈ જવાની છૂટ નથી આપવામાં આવી. દાવો કરવામાં આવ્યો છે કે આ વડાપાંઉ દુનિયાનું પ્રથમ 22 કેરેટ વાળું ગોલ્ડ પ્લેટેડ (Worlds First Gold Vada Pav) વડાપાંઉ છે. આ વડાપાંઉને ટ્રફલ બટર અને ચીઝમાંથી બનાવવામાં આવે છે. (આ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)
First published: