Home /News /eye-catcher /

અનોખી પ્રેમગાથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધને 50 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયન પ્રેમ ફરી મળ્યો

અનોખી પ્રેમગાથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધને 50 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયન પ્રેમ ફરી મળ્યો

82 વર્ષીય વૃદ્ધ.

વૃદ્ધનું કહેવું છે કે, હું માતૃભૂમિ છોડવા તૈયાર નહોતો અને તે ભારત આવવા તૈયાર નહોતી. મરિના જતાં જતાં ખૂબ રડી હતી. તેને જવા દેવી પડી હતી.

જયપુર: રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મધ્યમાં કુલધરા નામનું નિર્જન જૂનું નગર છે. આ નગરની સ્થાપના 13મી સદીમાં થઈ હતી. એક સમયે શહેર સમૃદ્ધ હતું. જોકે, 19મી સદીમાં ગામલોકોએ શહેરને ત્યજી દીધા પછી તે સદીઓથી નિર્જન રહ્યું છે. આ શહેરમાંથી લોકો ચાલ્યા જવા પાછળ ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકો કુદરતી આફતો અને સ્થાનિક શાસકો દ્વારા થયેલી સતાવણીને તેનું કારણ માને છે, જ્યારે સ્થાનિક લોકવાયકાઓ આ શહેર શ્રાપિત અને ભૂતિયા હોવાનું કહે છે.

આ શહેરના એક માત્ર રહેવસી 82 વર્ષના વૃદ્ધ છે. જે ગામના દ્વારપાળ પણ છે. જોકે, તેમની પ્રેમ કહાની આધુનિક પરીકથા સમાન છે. પોતાની પ્રેમકથા અંગે તેઓ કહે છે કે, મરિના સાથે મુલાકાત સમયે હું 30 વર્ષનો હતો. તે ઓસ્ટ્રેલિયાથી જેસલમેર આવી હતી. પાંચ દિવસના આ પ્રવાસ દરમિયાન મેં તેણીને ઊંટ ચલાવતા શીખવ્યું હતું. તે 1970નો સમયગાળો હતો. તે સમયે સાચે જ પ્રથમ દ્રષ્ટિના પ્રેમમાં પડી જવાતું હતું. અમે બંને પણ પ્રેમમાં હતા. ટ્રીપ દરમિયાન અમે એકબીજા ઉપરથી નજર હટાવી શકતા નહોતા અને મરિનાએ મને આઈ લવ યુ કહ્યું હતું.

આ પણ વાંચો:  અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'

હ્યુમન્સ ઑફ બોમ્બે નામના ફેસબુક પેજ આ દ્વારપાળના લવ સ્ટોરી અંગે વાત કરવામાં આવી છે. જ્યાં તેમણે તેમની આ લવ સ્ટોરીનો ક્યાસ લોકોને આપ્યો હતો. તેના કહેવા મુજબ મરિના ઓસ્ટ્રેલિયા પરત ગઈ ત્યાર બાદ પણ તેનામાં સંપર્કમાં રહી હતી. તેણીએ દ્વારપાળને તેના દેશમાં આવવા આમંત્રણ પણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા જવા માટે 30,000 રૂપિયા પણ ભેગા કર્યા હતા. તે ત્રણ મહિના સુધી મરિના સાથે રહ્યો હતો. પણ જ્યારે તેણીએ તેને લગ્ન કરવાનું કહ્યું, ત્યારે મામલો બીચકયો હતો.આ પણ વાંચો:  1 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવી શકે છે કરોડપતિ! ફટાફટ તમારું કલેક્શન તપાસી લો

આ મામલે વૃદ્ધનું કહેવું છે કે, હું માતૃભૂમિ છોડવા તૈયાર નહોતો અને તે ભારત આવવા તૈયાર નહોતી. આવું લાબું નહીં ચાલે તેવું કહ્યું હતું. મરિના જતાં જતાં ખૂબ રડી હતી. તેને જવા દેવી પડી હતી. આ વાતને વર્ષો વીતી બાદ વૃદ્ધએ જાણવા માંગતા હતા કે, મરિના અત્યારે તેના વિશે શું વિચારે છે? તેણે ક્યારે લગ્ન કર્યા હતા? અલબત્ત પરિવારજનોના દબાણ હેઠળ વૃદ્ધે તો ક્યારના લગ્ન કરી લીધા હતા. તે કુલધરા ખાતે નોકરી લીધી. તેણે અને તેની પત્નીએ બે પુત્રોને જન્મ આપ્યો અને સમય જતાં તેઓ પણ મોટા થઈ ગયા છે.

આ પણ વાંચો: કોરોના બાદ હવે નવી રહસ્યમય બીમારીથી ફફડાટ, કેનેડામાં પાંચ લોકોનાં મોત

પરંતુ વાર્તાનો અંત અહીં નથી આવ્યો. વૃદ્ધ દ્વારપાળને પહેલીવાર મળ્યાના 50 વર્ષ બાદ મરિનાએ શોધી કાઢી પત્ર લખ્યો હતો. જેમાં તેણીએ ખુલાસો કર્યો કે તેણે ક્યારેય લગ્ન કર્યા નહોતા અને જલ્દી ભારત પરત ફરી રહી છે. ત્યારથી, વૃદ્ધ દ્વારપાળે તેના પ્રથમ પ્રેમ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. હ્યુમન્સ ઑફ બોમ્બે સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ પત્રથી વાંચીને મારા રુંવાડા ઉભા થઇ ગયા હતા. 21 વર્ષનો નવજુવાન હોવાની લાગણી પાછી જન્મી હતી. મરિના સાથે પ્રથમ પ્રેમ હજી સ્વસ્થ, જીવંત અને સંપર્કમાં છે તે વિચારથી સંતુષ્ટ છે.
First published:

Tags: Australian, Love, Love story, Old man, રાજસ્થાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन