Home /News /eye-catcher /

રોબોટ સાથે પંગો લેવો પડ્યો મોંઘો, મસ્તી કરવા જતા છોકરાને ચખાડ્યો મેથીપાક, જુઓ video

રોબોટ સાથે પંગો લેવો પડ્યો મોંઘો, મસ્તી કરવા જતા છોકરાને ચખાડ્યો મેથીપાક, જુઓ video

રોબોટની તસવીર

Robots Beat Boys: માણસોની વિશેષતા એ છે કે આપણે ક્યારેક આપણી જાતને ખૂબ જ સ્માર્ટ સમજીએ છીએ અને અહીં જ આપણે ભૂલ કરીએ છીએ. વિડીયોમાં પણ એક છોકરો આવું જ વિચારીને આવે છે અને રોબોટને માત્ર એક મશીન સમજીને ટ્રોલ કરવા લાગે છે

    સોશિયલ મીડિયા (Social Media) પર અનેક પ્રકારના વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે. ક્યારેક આ વિડીયોમાં આપણને એવું કંઈક જોવા મળે છે જેને જોઈને આપણને આશ્ચર્ય થાય છે, તો ઘણી વાર કંઈક એવું દેખાય છે કે આપણે વિચાર્યા વગર હસી પડીએ છીએ. આવું જ કંઈક ફની (Funny Viral Video on tweeter) હાલ ટ્વિટર પર વાયરલ થયું છે, જેમાં માણસો અને મશીનોની અલગ અલગ બાજુ સામે આવી છે.

    માણસોની વિશેષતા એ છે કે આપણે ક્યારેક આપણી જાતને ખૂબ જ સ્માર્ટ સમજીએ છીએ અને અહીં જ આપણે ભૂલ કરીએ છીએ. વિડીયોમાં પણ એક છોકરો આવું જ વિચારીને આવે છે અને રોબોટને માત્ર એક મશીન સમજીને ટ્રોલ કરવા લાગે છે, પછી કંઈક એવું થાય છે કે જેના વિશે તેણે વિચાર્યું પણ નહીં હોય. છોકરો રોબોટ્સ બીટ બોય (Robot Beat Boy) સાથે થોડી મસ્તી કરવા માંગતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે આ વસ્તુના બદલામાં તેને કેટલો માર મારવામાં આવશે. આ વિડીયો ખૂબ જ ફની છે.

    આ પણ વાંચોઃ-OMG! સાવકી માતાની આત્મા સાથે ફ્રિજ વેચી રહી છે મહિલા! અંદર રહેતી ભૂતનીએ જીવવાનું કર્યું મુશ્કેલ


    3 રોબોટે મળી માર્યો માર


    વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં એક રોબોટ એસ્કેલેટરની નીચે ઉભો રહીને ટેમ્પરેચર ચેક કરી રહ્યો છે. સીડી પરથી નીચે ઉતરતી વખતે એક છોકરો તેની પાસે તાપમાન તપાસવાને બદલે, તેને ચીડવવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, તે તેને પગથી લાત પણ મારે છે અને આગળ વધવા લાગે છે.

    આ પણ વાંચોઃ-રમકડાં વચ્ચે વાસ્તવિક ઘુવડ શોધવાનો પડકાર, પાંચ સેકન્ડમાં ન શોધી શક્યા તો કહેવાશો મૂર્ખ


    આ દરમિયાન રોબોટ પાછળથી તેને મારવા માટે આવે છે, તેના બીજા બે સાથીઓ પણ આવે છે અને તેમણે સાથે મળીને છોકરાને માર માર્યો હતો. તેમની પાસે વિવિધ પ્રકારના હથિયારો પણ છે, જે એકદમ ખતરનાક લાગે છે.


    લોકો આ વિડીયોની લઇ રહ્યા છે મજા


    આ રસપ્રદ વિડીયોને @TansuYegen નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. જેને ગણતરીના કલાકોમાં જ 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 3200થી વધુ લોકોએ લાઈક કર્યું છે અને 700થી વધુ વખત રીટ્વીટ કર્યું છે. લોકોએ તેના પર ફની કમેન્ટ્સ પણ કરી છે. કેટલાક લોકોએ લખ્યું - વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે મશીનોમાં પણ ભાવનાઓ હોય છે. સાથે જ કેટલાક યૂઝર્સે કહ્યું કે ભવિષ્યમાં આવું જ થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ajab Gajab, OMG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन