દરેકને પ્રાણીઓના સુંદર અને રમુજી વીડિઓઝ પસંદ છે. રમતા ગલુડિયાઓ, રમૂજી વસ્તુઓ કરતા બિલાડીના બચ્ચાં અને હાથીઓને હેરાન કરતા બચ્ચાંના વીડિઓઝ બધાને હસાવે છે અને તમારો તણાવ ઓછો કરે છે. તાજેતરમાં, ગધેડાનો એક રમૂજી વીડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિઓમાં ગધેડું ખુશીથી હિંચકે ઝૂલી રહ્યું છે, જેને જોઈને લોકો ખુશ થઈ ગયા છે. વીડિયોમાં ગધેડો આરામથી હિંચકા પર બેઠો છે અને તેનો આનંદ માણી રહ્યો છે. 2017માં પણ આવો જ એક વિડીયો યુટ્યુબ પર સામે આવ્યો હતો, તેથી આ વિડીયો નવો છે કે જૂનો છે, તે સ્પષ્ટ નથી. જોકે, ગધેડાનું આ શાંત વલણ લોકોને હસાવશે.
આ પણ વાંચો - અમદાવાદ : બુટલેગરે પોલીસ સ્ટેશન માથે લીધું, દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી
વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક નાની ગાય તેના માલિકની આસપાસ રમતી દેખાઈ રહી છે. 50 સેકન્ડના આ વીડિયોમાં ગાયનું આ બચ્ચાને તેના માલિકો રમાડી રહ્યા છે. એક ટ્વિટર યુઝરના જણાવ્યા અનુસાર આ ગાય એક બાળક પુંગનુરૂ છે, જે એક લુપ્તપ્રાય છે. તેઓ 4થી 5 ફૂટની ઊંચાઈ સુધી વધે છે અને તેનું વજન 150-200 કિલો હોય છે. તેઓ દરરોજ 4-5 લિટર ઉચ્ચ ચરબીયુક્ત દૂધ પણ આપે છે.
આવા પ્રાણીઓના વિડીયો જોવાથી ફક્ત તમને સારું જ નહીં લાગે, પણ ઘણા અભ્યાસો પ્રમાણે તણાવ પણ ઓછો થાય છે. જોકે આ વિડીયો તમારામાં હળવાશનો સ્વભાવ ઉભો કરી શકે છે.