Home /News /eye-catcher /પ્રેમમાં પડેલી દીકરીને માતાએ આપી કાળજુ કંપાવી દેનારી સજા, 25 વર્ષ સુધી અંધારા ઓરડામાં પુરી કર્યું આવું કૃત્ય

પ્રેમમાં પડેલી દીકરીને માતાએ આપી કાળજુ કંપાવી દેનારી સજા, 25 વર્ષ સુધી અંધારા ઓરડામાં પુરી કર્યું આવું કૃત્ય

1876માં 25 વર્ષીય બ્લાન્ક મોનિયર પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેની માતાને સંબંધ પસંદ નહોતો. (ફાઇલ તસવીર)

OMG: પ્રેમમાં પાગલ દીકરીને માતાએ 25 વર્ષ અંધારા ઓરડામાં ગોંધી રાખી, સમાજના ડરથી દીકરીના નકલી અંતિમ સંસ્કાર પણ કરાવી દીધા

પ્રેમ (Love) કરવા બદલ પ્રેમીઓને સજા મળે છે, તેવું ફિલ્મોમાં તમે ઘણી વાર જોયું હશે. તેમને ઘરના સભ્યો કે ફિલ્મના વિલન જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું ફિલ્મમાં થાય છે. જોકે, વાસ્તવિક જીવનમાં પણ આવું થતું હોય છે. આવો જ એક કિસ્સો વર્ષો પહેલા સામે આવ્યો હતો. જેમાં એક યુવતીને તેની પસંદગીના છોકરાને પ્રેમ કરવા બદલ સજા આપવામાં આવી હતી. આ સજા સાંભળી તમે અચંબામાં મુકાઈ જશો.

1876માં ફ્રાન્સમાં આ ભયંકર કેસ આવ્યો હતો સામે

આ કિસ્સો ઘણો જૂનો છે. પરંતુ આજે પણ લોકો તેના વિશે વાત કરે છે. 1901માં ફ્રાન્સ (France)માં સામે આવેલા આ કિસ્સાએ બધાને હચમચાવી દીધા હતા. બ્લાન્ક મોનિયર (Blanche Monnier) નામની 25 વર્ષીય મહિલા તેની સુંદરતા માટે પ્રખ્યાત હતી. તેના પિતાનું નિધન થઈ ગયું હતું, તેથી તેની માતા મેડમ મોનિયર (Madame Monnier) તેની પુત્રીના લગ્ન પર નિર્ભર હતી. તે ઇચ્છતી હતી કે, તેની પુત્રી સમૃદ્ધ પરિવારમાં લગ્ન કરે. જેથી તેની વૃદ્ધાવસ્થા જાહોજલાલીમાં જાય અને પુત્રી તેનો બધો જ ખર્ચ ચૂકવે. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. 1876માં બ્લાન્ક એક યુવકના પ્રેમમાં પડી હતી. એટલું જ નહીં, તે અને તેનો બોયફ્રેન્ડ શારીરિક રીતે એકબીજાની નજીક હતા. જ્યારે બ્લાન્કની માતાએ તેને કહ્યું કે, તે શ્રીમંત છોકરા સાથે લગ્ન કરાવશે, ત્યારે તેણીએ તરત જ ના પાડી દીધી અને કહ્યું કે તે પૈસાના સ્થાને પ્રેમ પસંદ કરશે.

પુત્રીને આપી પ્રેમની સજા

ત્યારબાદ બ્લાન્ક સાથે જે બન્યું તે આઘાતજનક હતું. મેડમ મોનિયર અને પુત્ર માર્સેલે બ્લાન્કને ઘરે અંધારા ઓરડામાં કેદ કરી હતી. જેમાં બારી પણ નહોતી. જ્યારે બ્લાન્કે ચીસો પાડવાનું શરૂ કર્યું તો પાડોશીઓએ પૂછપરછ શરૂ કરી હતી. જેથી બ્લાન્કની માતાએ તે પાગલ થઈ ગઈ હોવાથી રૂમમાં પુરી દીધી હોવાનું કહ્યું હતું. તે પછી લોકોએ પૂછવાનું બંધ કરી દીધું હતું. થોડા સમય પછી બ્લાન્ક નબળી પડી ગઈ ત્યારે તેની માતાએ તે મૃત્યુ પામી હોવાનું જાહેર કરી દીધુ હતું અને પુત્રીના નકલી અંતિમસંસ્કાર પણ કરાવી દીધા હતાં.

દીકરીની હાલત પીડાદાયક બની ગઈ હતી. ધીરે ધીરે બ્લાન્કની તબિયત બગાડવા લાગી હતી. નોકર તેને થોડો ખોરાક આપતો હતો. આ ઓરડામાં જ બ્લાન્કને કુદરતી હાજત સહિતના કામ કરવા પડતા હતા. બારી ન હોવાથી રૂમમાં સૂર્યપ્રકાશ ન હતો. જેના કારણે બ્લેન્કનું શરીર સુકાઈ રહ્યું હતું. ઉંદરો અને જંતુઓ ઓરડામાં ફરવા લાગ્યા હતા. જે તેના શરીરને કરડવા લાગ્યા હતા. 25 વર્ષમાં તે એટલી નબળી પડી ગઈ હતી કે, તેનું વજન માત્ર 25 કિલો થઈ ગયું હતું. ધીમે ધીમે તે ખરેખર પાગલ જેવી થઈ ગઈ હતી. તે વાક્યો બોલવાનું ભૂલી ગઈ હતી. તે માત્ર શબ્દો જ બોલી શકતી હતી.

આ પણ વાંચો, ગંદા મોજા ખરીદવા પાછળ દર મહિને 20 હજાર રૂપિયા ખર્ચ કરે છે આ શખ્સ, કારણ જાણીને ચોંકી જશો

ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, 23 મે 1901ના રોજ પેરિસના એટર્ની જર્નલને નનામો પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, બ્લેન્ક નામની મહિલાને તેની માતા મેડમ મોનિયર દ્વારા 25 વર્ષ સુધી તેના ઘરના ઉપરના રૂમમાં રાખવામાં આવી છે. મેડમ મોનિયર ખૂબ જ મોભાદાર પરિવારના હતા. તેથી શરૂઆતમાં પોલીસે તપાસ કરવામાં ખચકાટ કર્યો હતો, પણ પછી તેઓએ તપાસ આગળ વધારી હતી.

આ પણ જુઓ, Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

માતાને થઈ આવી રીતે સજા

જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી, ત્યારે તેમને તાળું મારેલો રૂમ મળ્યો હતો. આ રૂમનો દરવાજો ખોલતાની સાથે જ તેમને એટલી ખરાબ ગંધ આવી કે, તે ત્યાં લાંબા સમય સુધી ઉભા રહી શક્યા નહોતા. ત્યાં તેમણે ખૂબ જ પાતળી સ્ત્રી જોઈ, જેનાં શરીર પર ઉંદરો ફરતા હતા. મળ અને સડેલા ખોરાકની ગંદકી તેના શરીર પર જમા થઈ ગઈ હતી. મહિલા કંઈ બોલી શકતી ન હતી. તે જ સમયે મેડમ મોનિયર અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. બ્લાન્ક ત્યારે પ્રકાશ તરફ આંખો પણ ખોલી શકતી ન હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 50 વર્ષની ઉંમરે તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. પરંતુ સારવાર બાદ તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ બ્લાન્ક વધુ 16 વર્ષ જીવી હતી અને 1913માં મૃત્યુ પામી હતી. બીજી તરફ તેની માતા જેલમાં બંધ હતી. જ્યાં જેલમાં 15 દિવસની અંદર તેનું મૃત્યુ થયું હતું. તેનો પુત્ર વકીલ હતો. જે સજાથી બચી ગયો હતો.
First published:

Tags: Crime news, France, Love, સજા