જો ભૂલથી પણ ભૂલી ગયા પત્નીનો જન્મદિવસ તો જવું પડશે જેલ

ઘણા લોકો આ કાયદા વિશે દાવો કરે છે કે તેને ટ્વિસ્ટ કરીને દુનિયાની સામે રજૂ કરવામાં આવી રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

પેસિફિક મહાસાગરના પોલિનેશિયન પ્રદેશમાં સમોઆ (Samoa) નામનો એક નાનો દેશ છે. આ એક ટાપુ દેશ છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. પરંતુ એક વિચિત્ર કાયદો (Samoa Weird Law) છે જે તેને ચર્ચામાં રાખે છે. સમોઆનો એક કાયદો (Weird Laws of the World)છે કે જો કોઈ પતિ તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય(Forgetting Wife's Birthday is a crime), તો તે ગુનો માનવામાં આવશે અને જો તેની પત્ની ઇચ્છે તો પતિ સામે ફરિયાદ કરી શકે છે.

  • Share this:
વર્ષો જૂના વિશ્વના વિવિધ દેશોમાં ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓ તે સમાજ અનુસાર ઘડવામાં આવ્યા હતા પરંતુ આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ કાયદાઓ બદલાતા સમય સાથે બદલાયા નથી, જે તેમને આજે વિશ્વભરના લોકો માટે આઘાતજનક (Weird Laws of the World) બનાવે છે. આજે અમે તમને એક એવા દેશના કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં જો પતિ પત્નીનો જન્મદિવસ ભૂલી જાય તો જેલમાં જઈ શકે છે.

પેસિફિક મહાસાગરના પોલિનેશિયન પ્રદેશમાં સમોઆ (Samoa) નામનો એક નાનો દેશ છે. આ એક ટાપુ દેશ છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. પરંતુ એક વિચિત્ર કાયદો (Samoa Weird Law) છે જે તેને ચર્ચામાં રાખે છે. સમોઆનો એક કાયદો (Weird Laws of the World)છે કે જો કોઈ પતિ તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય(Forgetting Wife's Birthday is a crime), તો તે ગુનો માનવામાં આવશે અને જો તેની પત્ની ઇચ્છે તો પતિ સામે ફરિયાદ કરી શકે છે.

સોશિયલ મીડિયા પર દેશના કાયદાને લઈને પણ ઘણી વાતો થઈ રહી છે. જોકે, ઘણી વેબસાઇટ્સ આવા કાયદાઓ સાથે સંબંધિત સમાચારોની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવે છે. ચાલો તમને જણાવીએ કે સમોઆનો કાયદો પતિને જેલમાં કેવી રીતે મોકલે છે.

આ પણ વાંચો: છોકરીએ પોતાના માટે પસંદ કર્યો અંઘ બોયફ્રેન્ડ, પછી ગણાવ્યા તેના ફાયદા

પત્નીનો જન્મદિવસ ભૂલી જવાથી તકલીફ થઈ શકે છે!
હકીકતમાં, સમોઆનો એક કાયદો છે કે જો કોઈ પતિ તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય, તો તે ગુનો માનવામાં આવશે અને જો તેની પત્ની ઇચ્છે તો પતિ સામે ફરિયાદ કરી શકે છે. ત્યારે પતિને જેલમાં જવું પડી શકે છે. મહત્વની વાત એ છે કે આ કાયદા વિશે ઘણા પ્રશ્નો થયા છે. સમોઆ ઓબ્ઝર્વર નામની વેબસાઇટે કથિત કાયદા વિશેનું સત્ય જાહેર કર્યું છે.

આ પણ વાંચો: આ યુટ્યૂબરે શરૂ કરી ઓનલાઇન Squid Game, હારનારને મળી આવી સજા

કાયદાનું સત્ય શું છે?
ફેબ્રુઆરી 2020માં પ્રકાશિત વેબસાઇટ પરના અહેવાલ મુજબ મહિલાઓને સશક્ત બનાવતો કાયદો વિકૃત કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરેલુ હિંસાના ઘણા કેસ નોંધાયા છે. ત્યારબાદ એક મહિલાએ અન્ય મહિલા સાથે તેના પતિની ચેટ વાંચ્યા પછી પોતાને આગ ચાંપી દીધી હતી. તેથી અહીં મહિલાઓ માટે ઘણા કાયદા છે. આમાંનો એક કાયદો છે પતિ પત્નીની અવગણના કરવા અંગેનો કાયદો. ઇન્ટરનેટ પર આ જ કાયદાની કેટલીક જોગવાઈઓ અતિશયોક્તિપૂર્ણ કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં સીધો આવો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી.
Published by:Riya Upadhay
First published: