ન્યૂયોર્ક. એલિયન (Alien) હોય છે કે નહીં, તેને લઈને વર્ષોથી મત-મતાંતર રહ્યા છે. આ વિષય પર લોકો બે કેમ્પમાં વહેંચાયેલા છે. એકનું કહેવું છે કે એલિયન હોય છે તો એક ગ્રુપ તેને માત્ર કલ્પના માને છે. આ દરમિયાન ન્યૂ મેક્સિકો (New Mexico)માં 1947માં ઉતારવામાં આવેલા વીડિયોએ સનસની મચાવી છે. એલિયનના પોસ્ટમોર્ટમનો આ વીડીયો (Alien Postmortem Video) અસલી છે કે નહીં, તે પણ કન્ફર્મ નથી થયું, તેમ છતાંય આ વીડિયો 72 કરોડ રૂપિયામાં હરાજી (Auction) થવા માટે તૈયાર છે.
એલિયનના પોસ્ટમોર્ટમનો આ વીડિયો હરાજી માટે રાખવામાં આવશે. તેની પ્રારંભિક બોલી 72 કરોડ રૂપિયાની હશે. આ બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયોમાં ટેબલ પર એક અજબ પ્રકારનો જીવ પડેલો દેખાય છે, જેને એલિયન માનવામાં આવી રહ્યો છે. ફિલ્મમેકરનો દાવો છે કે મેડિકલ એક્ઝામિનરના ટેબલ પર પડેલું આ ફિગર એલિયનની લાશ છે જેની ટીમ તપાસ કરી રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લાશ જ્યારે કબજામાં લેવામાં આવી હતો ત્યારે 1947માં ન્યૂ મેક્સિકોમાં એક યુએફઓ (UFO) આવ્યો હતો અને અમેરિકાની સરકારે તેમાંથી આ એલિયનને પકડી લીધો હતો.
17 મિનિટના આ એલિયનવાળા ફુટેજને સૌથી પહેલા 28 ઓગસ્ટ 1995માં ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. તેને સાચું છે કે નકલીના ટેગ સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફુટેજનું નામ આપવામાં આવ્યું હતું- "Alien Autopsy: Fact or Fiction". આ ફુટેજને 1992માં એક યૂએસ મિલિટ્રી કેમેરામેને ઉતાર્યો હતો. હાલમાં બ્રિટ રે સૈંટિલીએ તેને હરાજીમાં રજૂ કર્યો છે. બ્રિટે કહ્યું કે તેમણે આ ફુટેજને 30 વર્ષ સુધી સાચવ્યું છે.
આ તસવીર વિશે કહેવામાં આવી રહ્યું છે કે 1947માં UFOના ક્રેશમાં આ લાશને કબજામાં લેવામાં આવી હતી. લાઇવ સાયન્સના રિપોર્ટ મુજબ, આ તસવીરમાં એલિયનના જમણા પગમાં, માથા પર અને પેટની પાસે ઈજાના નિશાન હતા, જેના કારણે તેનું મોત થયું હોઈ શકે છે. આ લાશના પોસ્ટમોર્ટમ દરમિયાન આ તસવીર ખેંચવામાં આવી હતી.
ફુટેજમાં શું જોવા મળી રહ્યું છે?
જે 17 મિનિટના ફુટેજને હરાજી માટે મૂકવામાં આવ્યું છે તેમાં એલિયનની લાશની આસપાસ સફેદ રંગના સૂટમાં સાયન્ટિસ્ટ જોવા મળી રહ્યા છે. આ ફુટેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં થોડીક ફ્રેમ હતી. પરંતુ હરાજીમાં મૂકવામાં આવેલા ફુટેજમાં કેટલીક એવી ફ્રેમ રાખવામાં આવી છે જે હજુ સુધી કોઈએ જોઈ નથી. ઓક્સન સાઇટ Raribleનું કહેવું છે કે આ ફુટેજ એલિયન્સની એવી દુનિયા દર્શાવશે, જેની પર વિશ્વાસ મૂકવો અશક્ય છે. જોકે યૂકેના UFO રિસર્ચર ફિલિપ મેન્ટલ મુજબ, જે પણ આ ફુટેજને 72 કરોડમાં ખરીદશે તે મૂર્ખ જ હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર