1500 ઉપાડવા ગયેલી મહિલાનાં ખાતામાં અચાનક આવી ગયા 1717 કરોડ રુપિયા અને પછી...

પ્રતીકાત્મક તસવીર

જુલિયાએ આ ઘટના બાદ એક સ્થાનિક સમાચાર ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, આવા કેસમાં મોટોભાગાં લોકોને લાગે કે, તેમને લોટરી લાગી ગઇ છે પરંતુ હું ઘણી જ ડરી ગઇ હતી.

 • Share this:
  મોટાભાગે મહિનાનાં અંતમાં સામાન્ય લોકોનાં ખાતા ખાલી જેવા જ હોય છે પરંતુ ફ્લોરિડાની મહિલા સાથે આનાથી વિપરિત અને ચોંકાવનારું બન્યું હતું. વિકએન્ડ પહેલા તે પોતાના બેંક એટીએમમાં 20 ડોલર એટલે 1484 રૂપિયા ઉપાડવા ગઇ હતી પરંતુ તેણે પોતાનું બેલેન્સ જોયું તો $ 1 બિલિયન એટલે કે 1717 કરોડ રૂપિયા કરતાં પણ વધારે તેના ખાતામાં હતાં. આ જોઇને તે એકદમ ગભરાઇ ગઇ કે આટલા બધા રૂપિયા મારા ખાતામાં કઇ રીતે આવ્યાં. શું મને લોટરી લાગી ગઇ છે?

  જે બાદ આ મહિલા જુલિયા યોનકોવ્સકી પોતાની સ્થાનિક બેંકમાં તપાસ માટે ગઇ. તેને 20 ડોલરની પણ જરૂર હતી પરંતુ એટીએમમાંથી ન મળતા તે બેંકમાં ગઇ. જોકે, હાલ તેના બેંક ખાતાનું બેલેન્સ $999,985,855.94 હતું.

  સ્થાનિક સમાચાર ટીવી ચેનલ પ્રમાણે, તેણે એટીએમમાંથી 20 ડોલર જોઇતા હતા પરંતુ મશીનમાંથી મેસેજ આવ્યો હતો કે, 'અમે તમને 20 ડોલર આપીએ પરંતુ તમારે ઓવરડ્રાફ્ટ કરવો પડશે જે માટે તમને ચાર્જ લાગશે.' એટલે તેમણે ડોલર ઉપાડવાને બદલે ખાતાનું બેલેન્સ તપાસ્યું.

  એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર જ ઘરે જાતે સરળ રીતે બનાવો ઓર્ગેનિક ખાતર

  જુલિયાએ આ ઘટના બાદ એક સ્થાનિક સમાચાર ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, આવા કેસમાં મોટોભાગાં લોકોને લાગે કે, તેમને લોટરી લાગી ગઇ છે પરંતુ હું ઘણી જ ડરી ગઇ હતી. કારણ કે, તે મારા નાણાં ન હતા. મેં અનેક સ્ટોરી વાંચી હતી કે , આવું બને ત્યારે લોકો ખાતામાં આવેલી રકમ વાપરે પરંતુ પછી તેમની પાસેથી એ વસૂલવામાં પણ આવે. પરંતુ મારે આવું કાંઇ કરવું ન હતું.

  રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવું હોય તો આ છે એકદમ સરળ સ્ટેપ્સ

  આ રકમ મારા ખાતામાં ટ્રાન્સફર થઇ ન હતી. બેંકના કર્મચારીનાં જણાવ્યાં પ્રમાણે, તેમના ખાતામાં પોઝિટિવ બેલેન્સ ન હતું પરંતુ નેગેટિવ બેલેન્સ હતું પરંતુ તેમના ખાતામાં બિલિયન ડોલર જેવી રકમ બતાવતું હતું. આ એક ખાતું ફ્રિઝ કરવા માટેની ફ્રોડ પ્રિવેન્શન મેથડ છે. અહેવાલો પ્રમાણે, જુલિયાનો પતિ સાથે તેમનું જોઇન્ટ ખાતું છે પરંતુ જુલિયાના પતિ હયાત નથી. જેથી તેમણે આ વાપરવાનો પ્રયત્ન કર્યો એટલે આવું બન્યું, એટલે જ તેઓ કોઇ રકમ પણ ઉપાડી શક્યા નહીં.  બેંક કર્મચારીનાં જણાવ્યા પ્રમાણે, જોઇન્ટ ખાતું ફ્રીઝ થઇ જાય ત્યારે આવા સંજોગોમાં તેમણે યોગ્ય દસ્તાવેજ આપવાનાં હોય છે. બીજી તરફ મહિલાએ પણ જણાવ્યું કે, આ ઘટના એક લર્નિંગ એક્સપિરિયન્સ જેવી હતી, આશા છે અન્ય લોકો આનાથી શીખ લે.
  Published by:Kaushal Pancholi
  First published: