લો બોલો...કોરોના કાળમાં જિવિત થયો ડાયનાસોર, મહિલાએ Video બનાવીને આપી સાબિતી

ના ઘરના સીસીટીવીમાં કેદ વીડિયોના આધાર પર દાવો કર્યો છે કે દુનિયામાં ડાયનાસોર પાછો આવી ગયો છે

ઘરના સીસીટીવીમાં કેદ વીડિયોના આધાર પર દાવો કર્યો છે કે દુનિયામાં ડાયનાસોર પાછો આવી ગયો છે

  • Share this:
    2020થી દુનિયામાં ઉથલ-પુથલ જોવા મળી રહી છે. કોઇએ વિચાર પણ કર્યો ન હતો કે એવી મહામારી ફેલાશે કે બધાને ઘરોમાં કેદ કરી નાખશે. આ મહામારીના ફેલાયા પછી દુનિયા ખતમ થવાની, એલિયન દેખાવાના સમાચારો ચર્ચામાં રહ્યા છે. હવે ફ્લોરિડામાં રહેનાર ક્રિસ્ટીના રયાન (Cristina Ryan)નામની મહિલાએ પોતાના ઘરના સીસીટીવીમાં કેદ વીડિયોના આધાર પર દાવો કર્યો છે કે દુનિયામાં ડાયનાસોર પાછો આવી ગયો છે. આ પછી લોકો વચ્ચે આ સમાચાર આગની જેમ ફેલાઇ ગયા છે.

    ઘરની બહાર કેદ થયો વીડિયો

    ક્રિસ્ટીનાનું ઘર ફ્લોરિડાના પામ કોસ્ટની પાસે છે. તેના ઘરની બહાર લાગેલા સિક્યુરિટીના કેમેરામાં એક અજીબોગરીબ જીવ કેદ થયો છે જે બે પગ પર દોડતો જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો ફૂટેજમાં આ જીવ પોતાના પગ પર જે રીતે દોડતો નજરે પડ્યો છે તેને જોઈને તેની સરખામણી વેલોસિરેપ્ટર (Velociraptor) સાથે કરવામાં આવી છે. આ ડાયનાસોરની જ એક પ્રજાતિ છે.

    આ પણ વાંચો - માનવ ચીસ ભયની સાથે અન્ય લાગણીઓ પણ દર્શાવે છે: સ્ટડી

    જુરાસિક પાર્કની (Jurassik Park) પ્રશંસક છે મહિલા

    પોતાના ઘરના સીસીટીવી ફૂટેજને જોયા પછી ક્રિસ્ટીનાના હોશ ઉડી ગયા હતા. તેણે જણાવ્યું કે આમ પણ તે જુરાસિક પાર્ક ફિલ્મોની પ્રશંસક છે. આવામાં જ્યારે તેણે વીડિયો જોયો તો તેને અનુભવ થયો કે આ તો બેબી ડાયનાસોર છે. જોકે તે પોતે પણ તેને લઇને શ્યોર નથી. આ કારણે તેણે આ વીડિયો ક્લિપને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

    ક્રિસ્ટીનાએ આ ફૂટેજને પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે. ઘણા લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. કેટલાક લોકો ક્રિસ્ટીનાના સમર્થનમાં જોવા મળ્યા હતા. તેમને પણ આ જીવ ડાયનાસોર લાગ્યો હતો. જોકે કેટલાક લોકો હતા જેણે આને લઇને ક્રિસ્ટીનાની મજાક ઉડાવી હતી. તેમનું કહેવું છે કે આ જીવ કુતરો છે, જે સ્પીડથી દોડી રહ્યો છે. તેની પૂંછડી અને બોડી સ્ટ્રક્ચરના કારણે આ ડાયનાસોર લાગે છે. કેટલાક લોકોએ તેને મોટી ચિડિયા કહી હતી.
    Published by:Ashish Goyal
    First published: