અહીં ધાબા પર સુકવેલી જોવા મળી કરોડો રૂપિયાની નોટો, શું છે કારણ?

કેટલાક લોકો ધાબા પર કરોડો રૂપિયાની નોટો સુકવતા જોવા મળી રહ્યા છે.

News18 Gujarati
Updated: October 18, 2018, 7:40 AM IST
અહીં ધાબા પર સુકવેલી જોવા મળી કરોડો રૂપિયાની નોટો, શું છે કારણ?
કેટલાક લોકો ધાબા પર કરોડો રૂપિયાની નોટો સુકવતા જોવા મળી રહ્યા છે.
News18 Gujarati
Updated: October 18, 2018, 7:40 AM IST
સોશિયલ મીડિયા પર નોટો સુકવવાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક લોકો ધાબા પર કરોડો રૂપિયાની નોટો સુકવતા જોવા મળી રહ્યા છે. જ્યારે આ વીડિયો પાછળની સચ્ચાઈ જાણવાની કોશિસ કરવામાં આવી તો, ખબર પડી કે, ઓડિશામાં ભારે વરસાદના કારણે આ ચલણી નોટો પલળી ગઈ હતી. જેને બેન્ક કર્મચારીઓ સુકવી રહ્યા છે.

શું છે મામલો - ઓડિશાના ગંજમ જીલ્લાની આસકા સ્થિત એસબીઆઈ બ્રાંચમાં વાવાઝોડા બાદ થયેલા વરસાદના કારણે 5 કરોડ રૂપિયાની ચલણી નોટો પલળી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તિતલી તોફાન બાદ બેન્કના મજબૂત રૂમની અંદર લોકરમાં પાણી ઘૂસી ગયું. ત્યરબાદ બેન્કમાં રહેલી નોટો પલળી ગઈ અને ગંદી થઈ ગઈ. હવે બેન્ક કર્મચારી નોટો સુકવવાનું કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડીયે ઓડિશામાં 126 કિલોમીટરની ઝડપે તિતલી વાવાઝોડું આવ્યું હતું. રબાદ લાખો લોકોને અહીંથી સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. આ વાવાઝોડા બાદ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતીનું પણ નિર્માણ થયું હતું.
First published: October 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...