ચીનની નદીમાં પાંચ માળનું બિલ્ડિંગ તરતું દેખાયુ, વીડિયો વાયરલ!

News18 Gujarati
Updated: July 31, 2019, 1:57 PM IST
ચીનની નદીમાં પાંચ માળનું બિલ્ડિંગ તરતું દેખાયુ, વીડિયો વાયરલ!
પાણીમાં તરતું બિલ્ડિંગ

નવેમ્બર 2018માં યાંગત્ઝી નદીના કિનારે એક પાંચ માળના બિલ્ડિંગને તરતું જોવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ વાસ્તવમાં એક તરતી રેસ્ટોરન્ટ હતી.

  • Share this:
જો તમને પૂછવામાં આવે કે શું પાંચ માળનું બિલ્ડિંગ નદીમાં તરી શકે છે? તો તમે કહેશો કે ક્યારેય નહીં. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચીનની યાંગત્ઝી નદીમાં એક પાંચ માળના બિલ્ડિંગને તરતું જોઈ શકાય છે. આ વીડિયોને જોઈને કોઈને પણ તેના પર વિશ્વાસ નથી થઈ રહ્યો. દરેક લોકો આ વીડિયોને ફેક ગણાવી રહ્યા છે.

આ વીડિયોને @Rainmaker1973 નામના એક યૂઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પાંચ માળના બિલ્ડિંગને પાણીમાં તરતું જોઈ શકાય છે. આ વીડિયો સાથે જ એક કેપ્શન નાખવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ચીનમાં બનતા બનાવો. નવેમ્બર, 2018માં યાંગત્ઝી નદીના કિનારે એક પાંચ માળની બિલ્ડિંગને તરતું જોવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ હકીકતમાં એક તરતી રેસ્ટોરન્ટ છે. અધિકારીઓના કહેવા પ્રમાણે નવા નિયમ પ્રમાણે રેસ્ટોરન્ટને બીજે ખસેડવું પડ્યું હતું.

કહેવામાં આવે છે કે પાંચ માળના બિલ્ડિંગમાં એક રેસ્ટોરન્ટ આવેલી છે. સરકારની અમુક નીતિઓને કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું પડ્યું હતું. આ રેસ્ટોરન્ટને ટોઇંગ બોટની મદદથી ખેંચવામાં આવી રહ્યું હતું.
First published: July 31, 2019, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading