Home /News /eye-catcher /

એર કેનેડાની ફ્લાઇટમાં ભારતીયે એર હોસ્ટેસની આંગળીએ બચકુ ભર્યું !

એર કેનેડાની ફ્લાઇટમાં ભારતીયે એર હોસ્ટેસની આંગળીએ બચકુ ભર્યું !

ટોરન્ટો# કેનેડાથી ભારત આવી રહેલી ફ્લાઇટને પાયલોટે ઉડાન ભર્યાના સાડા ત્રણ કલાક બાદ પરત કેનેડા લઇ જવાઇ હતી. કેમ કે, એર હોસ્ટેસની આંગળીને એક ભારતીયે કાપી નાંખી હતી, જેના કારણે તેણીની આંગળી માંથી સતત લોહીનો પ્રવાહ વહી રહ્યો હતો. પોયલોટ યાત્રીના આ વ્યવહારથી બેહદ નાખુશ હતો અને એજ કારણ રહ્યું કે, સાડા ત્રણ કલાકના સફર થયા છતાં, પાયલોટ પ્લેનને પરત લઇ ગયા હતા. આ દરમિયાન પ્લેનમાં 7 કલાક સુધી બેઠેલા યાત્રિકોની તબિયત લથડી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ટોરન્ટો# કેનેડાથી ભારત આવી રહેલી ફ્લાઇટને પાયલોટે ઉડાન ભર્યાના સાડા ત્રણ કલાક બાદ પરત કેનેડા લઇ જવાઇ હતી. કેમ કે, એર હોસ્ટેસની આંગળીને એક ભારતીયે બચકું ભર્યું હતું. જેના કારણે તેણીની આંગળીમાંથી સતત લોહીનો પ્રવાહ વહી રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, એર કેનેડાની દિલ્હી આવી રહી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા જસકરન સિદ્ધુએ એર હોસ્ટેસની આંગળી કરડી કાઢી હતી, જેના બાદ જોરદાર બ્લીડિંગ થયું હતું. વાત એવી છે કે, એર હોસ્ટેસે જસકરન સાથે ઉંચા અવાજે આંગળી દેખાડીને વાત કરી હતી. તે ઉગ્ર ચર્ચા કરી રહી હતી. ચર્ચા દરમિયાન જ, જ્યારે એર હોસ્ટેસે જસકરનના ચહેરા તરફ આંગળી દેખાડી, તો જસકરને તેણીની આંગળીએ બચકું ભર્યું હતું.

ફ્લાઇટને પરત કેનેડા પહોંચવા પર જસકરનની ધરપકડ કરાઇ હતી, જો કે, થોડા સમયમાં તેને જામીન મળી ગયા હતા. જસકરન સિદ્ધુને ઘણા મામલામાં આરોપી બનાવવામાં આવ્યા છે. આમ તો, આ ફ્લાઇટ નિશ્ચિત સમયના એક દિવસ બાદ ચાલી રહી હતી. આ ફલાઇટને ખરાબ હવામાનના કારણથી એક દિવસ પછી દિલ્હી રવાના કરવામાં આવી હતી, પરંતુ અડધા રસ્તા પરથી જ પરત કેનેડા પહોંચવાથી યાત્રીયોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક યાત્રીએ કહ્યું કે, અમને 14 કલાકની મુસાફારી કરવામાં ખૂબ મુશ્કેલી થઇ રહી છે.
First published:

Tags: એર હોસ્ટેસ, દિલ્હી`, ભારતીય, મુસાફર

આગામી સમાચાર