2 બાળકના ગજબના સ્ટંટ, ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ફીદા

News18 Gujarati
Updated: August 31, 2019, 3:31 PM IST
2 બાળકના ગજબના સ્ટંટ, ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ફીદા
સ્કૂલના બે બાળકનો ગજબનો સ્ટંટ, પાંચ વખત ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ જોઈ થઈ ફીદા

સ્કૂલી બાળકોની આ કળાએ માત્ર ઓલિમ્પિક ચેમ્પિયન જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને પોતાના ફેન બનાવી દીધા છે.

  • Share this:
સોશિયલ મીડિયા પર ભારતના બે બાળકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે સ્કૂલના બાળકો જિમનાસ્ટિક્સ મૂવ્સને એકદમ સરળતા સાથે કરતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આવેલો આ વીડિયો ટુંક જ સમયમાં વાયરલ થઈ ગયો. આ વીડિયો ફરતો ફરતો પાંચ વખતની ગોલ્ડ મેડાલિસ્ટ રોમાનિયાની જિમનાસ્ટિક નાડિયા કોમેન્સી પાસે પણ પહોંચી ગયો.

પૂર્વ જિમનાસ્ટિક નાડિયા કોમેન્સીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરી આ બાળકોના વખાણ કર્યા. વીડિયોમાં સ્કૂલના બાળકોની આ જોડીએ શાનદાર સમરસ્લોટ અને કાર્ટવ્હીલ કરી બતાવી. નાડિયાએ તેના પરફેક્શન માટે ઓળખવામાં આવે છે. તેણે અનઈવન પેરલલ બાર્સમાં 10.0નો સ્કોર હાસિલ કર્યો હતો.

જોકે, આ બંને સ્કૂલના બાળકોનું મસ્તી કરતા કરતા કરવામાં આવેલ શાનદાર પ્રદર્શન પર રમત મંત્રી કિરન રિજિજૂનું ધ્યાન ક્યારનું ગયું છે. તેમણે થોડા દિવસ પહેલા જ ટ્વીટ કર્યું હતું કે, આ બાળકો પ્રભાવશાળી છે. જો કોઈ આ બાળકોને તેમની પાસે લાવે છે તો, તે તેમને એક જિમનાસ્ટિક એકેડમીમાં ટ્રેનિંગ અપાવી શકશે.જોકે, હજુ સુધી એ ખબર નથી પડી કે, આ સ્કૂલના બાળકો ભારતના કયા વિસ્તારના છે, પરંતુ આ વીડિયો પર આવેલી કમેન્ટ અનુસાર, આ નાગાલેન્ડનો વીડિયો છે. સ્કૂલી બાળકોની આ કળાએ માત્ર ઓલિમ્પિક ચેમ્પિયન જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને પોતાના ફેન બનાવી દીધા છે.
Published by: kiran mehta
First published: August 31, 2019, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading