OMG! માછલી અને દેડકા આકાશમાંથી વરસ્યા હોવાનું સાંભળ્યું હશે! અહં વાંચો તેની પાછળનું કારણ
OMG! માછલી અને દેડકા આકાશમાંથી વરસ્યા હોવાનું સાંભળ્યું હશે! અહં વાંચો તેની પાછળનું કારણ
પ્રતિકાત્મક તસવીર
aminalrain in monsoon: તાજેતરમાં જગતિયાલ નગરમાં રહેતા લોકો સવારે'ફિશ રેઈન' થતો હોવાનું જોયું હતું. આ પ્રાણીના વરસાદ દુર્લભની ઘટના છે. ચાલો તમને ‘પ્રાણી વરસાદ’ ઘટના વિશે વધુ જણાવીએ.
વરસાદમાં (rain) કરા પડવા સામાન્ય ઘટના છે. પણ ક્યારેય પ્રાણીઓનો વરસાદ જોયો છે? ઇતિહાસમાં (history) ઘણી વખત માછલી, દેડકાના વરસાદની ઘટના નોંધાઈ છે. આ ખૂબ દુર્લભ વરસાદની ઘટના હોય છે. અમુક વખત પ્રાણીઓ આકાશમાંથી વરસે છે. એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ તાજેતરમાં જગતિયાલ નગરમાં રહેતા લોકો સવારે'ફિશ રેઈન' થતો હોવાનું જોયું હતું. આ પ્રાણીના વરસાદ દુર્લભની ઘટના છે. ચાલો તમને ‘પ્રાણી વરસાદ’ ઘટના વિશે વધુ જણાવીએ.
પ્રાણી વરસાદની ઘટના શું છે?
કરચલા, દેડકા અને માછલીઓ જેવા નાના જળચર પ્રાણીઓ જળકણોમાં ભળી જાય ત્યારે દુર્લભ પ્રાણી વરસાદની ઘટના બને છે. વિશ્વના ઘણા દેશોમાં આવી ઘટનાઓ અનેક વખત નોંધવામાં આવી છે
શું તે હકીકતમાં શક્ય છે? કેવી રીતે પ્રાણી વરસાદની ઘટના બને છે?
પ્રાણીઓનો આકાશમાંથી વરસાદ પડવો શક્ય છે, જો કે તે એક દુર્લભ ઘટના છે. વૈજ્ઞાનિકો માને છે કે દેડકા અને માછલીના વરસાદ માટે ટોર્નેડીક વોટરસ્પાઉટ જવાબદાર હોઈ શકે છે. જ્યારે ટોર્નેડો જમીન પર રચાય છે અને પાણીની ઉપર પ્રસરે છે, ત્યારે ગરમ હવાનું વધુ પ્રમાણ જંતુઓ અને પક્ષીઓને પણ વાતાવરણમાં ખેંચી શકે છે. આ વાવાઝોડાના કેન્દ્રમાં આવેલ વમળ આસપાસની હવા, પાણી અને શૂન્યાવકાશ નાના જીવજંતુ અને પ્રાણીઓને હવામાં ઊંચે લઈ જઈ શકે તેટલા શક્તિશાળી હોય છે.
પ્રાણી વરસાદ થવાની પ્રથમ ઘટના
પ્રાણીઓના વરસાદની ઘટનાઓ અવારનવાર જોવા મળી છે. રોમન પ્રકૃતિવાદી પ્લિની ધ એલ્ડરે માછલી અને દેડકાના વાવાઝોડા બાબતે નોંધ્યું છે. આ ઘટના પ્રથમ સદી AD માં નોંધવામાં આવી હતી.
પ્રાણીઓના વરસાદની અન્ય ઘટનાઓ
આ પ્રકારના વરસાદમાં મોટાભાગે ઉડી ના શકે તેવા જળચર પ્રાણીઓ હોય છે.
2005માં ઉત્તર-પશ્ચિમ સર્બિયાએ ઓડઝાસી નગર પર હજારો દેડકાનો વરસાદ થતો હતો. ભારે પવન આ પ્રાણીઓને ઉડાવી ગયો હતો.
2009માં ટેડપોલ્સ જાપાનમાં પ્રાણીઓના વરસાદની ઘટનાનો એક ભાગ હોવાનું નોંધાયું હતું.
2017માં કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન બહાર રમતા હતા ત્યારે તેમના પર વરસાદી માછલીઓનો મારો થયો હતો.
2021માં પૂર્વ ટેક્સાસમાં પણ વિચિત્ર ઘટના જોવા મળી હતી. ટેક્સારકાનાના રહેવાસીઓએ આકાશમાંથી માછલીઓનો વરસાદ થતો જોયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર